• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે 20 સેકેન્ડમાં ચાર્જ થઇ જશે આપનો મોબાઇલ!

|

વોશિંગ્ટન, 21 મે : મોબાઇલ ફોનની બેટરીને ચાર્જ કરવી હવે માત્ર 20 સેકેન્ડની વાત રહી જશે. ભારતીય અમેરિકન મૂળની 18 વર્ષની ઇશાએ એક એવા ઉપકરણની શોધ કરી છે કે જેના દ્વારા મોબાઇલ ફોન 20 સેકન્ડમાં જ ચાર્જ થઇ શકશે.

કેલિફોર્નિયાની ઇશા ખરેને આ શોધ માટે ઇન્ટેલ ફાઉન્ડેશનના યંગ સાઇન્ટિસ્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. ઇશાનું આ ઉપકરણ મોબાઇલ ફોનની બેટરીયોમાં લગાવી શકાશે જેનાથી બેટરી 20-30 સેકન્ડમાં ચાર્જ થઇ શકશે.

એનબીસી ન્યૂઝ અનુસાર આ નાનકડા ઉપકરણમાં ઘણી ઉર્જા હોય છે અને તેનાથી બેટરી ઝડપથી ચાર્જ થઇ શકે છે તથા લાંબા સમય સુધી બેટરી કામ કરી શકે છે.

આ ખોજ માટે ઇશાને 50 હજાર અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે. ઇશાએ જણાવ્યું કે તેના ફોનની બેટરી હંમેશા લો થઇ જતી હતી જેના કારણે તેણે આવું ઉપકરણ શોધવાની પ્રેરણા મળી.

ઇશાએ કઇ રીતે મોબાઇલ ફોનની બેટરીનું આયુષ્ય વધારવાનું વિચાર્યું અને કઇ રીતે તેણે આ કામને પાર પાડ્યું એ જાણવા તેને એક્સપ્લોર કરવા માટે ગુગલ પણ ઇશા ખેરેના સંપર્કમાં છે.

English summary
An 18-year-old Indian-origin girl in the US has developed a potentially revolutionary device that can charge a mobile phone in just 20 seconds, a media report said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X