For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કતારમાં ભારતીયને લાગ્યું 10 લાખ ડોલરનું ઇનામ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 7 જાન્યુઆરી: કહેવાય છે કે ઉપરવાલા જબભી દેતા, દેતા છપ્પડ ફાડ કે... આવું જ કંઇક બન્યું કતારમાં એક ભારતીય સાથે. છેલ્લા પંદર વર્ષથી કતારમાં રહેતા 50 વર્ષના ગોપાલન નાયરને ઇનામમાં દસ લાખ યુએસ ડોલર લાગ્યા છે. ભારતીય રૂપિયા પ્રમાણે 5 કરોડનું ઇનામ મેળવ્યા બાદ ગોપાલન ખુબ જ ખુશ છે. છેલ્લા ત્રણ વખતથી આ ડ્રો કોઇ ભારતીય જ જીતી રહ્યું છે.

44 વર્ષિય ગોપાલન નાયર મૂળ તિવેન્દ્રમના છે અને તેઓ છેલ્લા 20 વર્ષથી દુબઇમાં કામ કરે છે. તાજેતરમાં જ તેઓ એક પ્રોજેક્ટ માટે કતારમાં ટ્રાન્સફર થયા છે. તેઓ હાલમાં તેમના બે બાળકો સાથે ભારતમાં રહે છે. અને ઇનામ જીતવા બદલ તેઓ ખુબ જ ખુશ છે.

gopalan nair
ઉલ્લેખનીય છે કે આ લકી ડ્રોની શરૂઆત 2006માંથી કરવામાં આવી હતી, અને અત્યાર સુધી યોજાયેલ 11 જેટલા લકી ડ્રોમાં 8 વખત આ ઇનામ કોઇને કોઇ ભારતીયની જોળીમાં આવ્યું છે. આ વખતે થયેલા ડ્રોમાં પણ ગોપાલન નાયર જે મૂળ ભારતીય છે તેઓ મિલિનિયોનર બન્યા છે.

આ પહેલા કતાર એમીરી એર ફોર્સમાં એરક્રાફ્ટ ટેકનિસિયન તરીકે ફરજ બજાવતા સથિસા બાબુ મૂળ ભારતીય છે અને તેઓ છેલ્લા 15 વર્ષથી કતારમાં કામ કરે છે. દોહા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવેલી કતાર ડ્યૂટી ફ્રી રીટેઇલ શોપમાંથી એપ્રિલમાં દોહાથી તિરુવનંતપુરમની એરક્રાફ્ટની ટીકિટ ખરીદી હતી. તેમને ઓગસ્ટ 2012માં આ લકી ટીકિટ ખરિદતા પાંચ કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું હતું.

સતિષ બાબુએ જણાવ્યું હતું કે 'હું જ્યારે પણ મારા વતન વાર્ષિક વેકેશન માટે જાઉ છું ત્યારે એરક્રાફ્ટની ટીકિટ ખરીદીને એક મિલિયન યુએસ ડોલર જીતવું છેલ્લા ચાર વર્ષથી ભારતીય માટે આદત બની ગઇ છે. હવે હું ખરેખર મારી જાતને લકી વ્યક્તિ કહી શકું. મારી જીત મને વધુ સુરક્ષિતની અનુભુતિ કરાવે છે. જેના દ્વારા હું મારા પરિવાર અને બાળકોના શિક્ષણનું યોગ્ય આયોજન કરી શકું છું.

બાબુએ વધુમાં જણાવ્યું કે હું ફરી પણ મિલિયોનેર બનવાની તક નહી છોડું. કતાર ડ્યૂટી ફ્રીએ મારી લાઇફ બદલી નાખી છે અને હું ફરીથી જરૂર લકી ટીકિ ખરીદીશ. કતાર એરવેઝ ચીફ એક્ઝ્યુક્યુટીવ અકબર અલ બકરે પણ આ ડ્રો જીતવા બદલ બાબુને અભિનંદન પાઠવ્યા હતા.

English summary
indian, nri, qatar, doha, million, lucky draw, કતાર, સતિષ બાબુ, ઇનામ, ભારતીય, દોહા, એરક્રાફ્ટ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X