• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગૌરવઃ એનબીએના ઇતિહાસમાં પહેલીવાર ભારતીયને મળ્યું સ્થાન

|

વોશિંગ્ટન, 9 જુલાઇઃ વિશ્વ બાસ્કેટબોલના સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ-નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન(એનબીએ) લીગમાં પહેલીવાર ભારતવંશીનો પ્રવેશ થયો છે. આ ગૌરવ મળ્યું છે, 21 વર્ષીય સિમ ભુલ્લરને.

અમેરિકન બજાર અનુસાર ભુલ્લર ન્યુ મેક્સિકો સ્ટેટ યુનિવર્સિટીની ટીમમાં સેન્ટર છે. ભુલ્લરે એનબીએની સૈક્રામેન્ટ કિંગ્સ ટીમ સાથે સમર કોન્ટ્રાક્ટ કર્યો છે. ભુલ્લરને 2014-15 સત્રમાં કિંગ્સ માટે રમવાની તક મળશે કે નહીં તે હજુ નક્કી નથી. ભુલ્લરને રોસ્ટર પર રાખવામાં આવ્યા છે, જે એક ઐતિહાસિક વાત છે. આવું એક ભારતવંશી માટે પહેલીવાર બન્યુ છે.

ભુલ્લરની લંબાઇ 7.2 ફૂટ છે. તેમના માતા-પિતા પંજાબ પ્રાંતના છે. ધ ગ્લોબ એન્ડ મેલે ભુલ્લરના હવાલાથી લખ્યું છેકે, મારી લંબાઇના લોકોની કારકિર્દી બહુ લાંબા સમયની નથી હોતી. તેવામાં મને અને મારી સાથે કરાર કરનારી ટીમે તેનો ફાયદો ઉઠાવવો પડશે. હું હવે કોલેજ સ્તર પર નહીં રમું, કારણ કે ત્યાં ઇજાગ્રસ્ત થવાનું જોખમ છે. હું પૈસા માટે નથી રમવા માગતો. મારું સ્વપ્ન સર્વોચ્ચ સ્તર પર રમવાનું છે. ભુલ્લરના નાના ભાઇ તનવીર ન્યુ મેક્સિકો સ્ટેટની કોલેજ બાસ્કેટબોલ ટીમના સભ્ય છે અને એનબીએમાં રમવાનું સ્વપ્ન ધરાવે છે.

English summary
Sim Bhullar has become the first player of Indian-origin ever to be part of the National Basketball Association (NBA). Bhullar, 21, a centre from New Mexico State University, has signed a summer contract with the Sacramento Kings, a professional basketball team in the US, The American Bazar reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X