ભારતીય મૂળના દંપત્તિને 600 કરોડના ડ્રગ્સ દાણચોરી કેસમાં 33 વર્ષની સજા, ગુજરાતમાં હત્યાના પણ આરોપી
Indian Couple Jailed In UK: બ્રિટનમાં ભારતીય મૂળના એક યુગલને ઑસ્ટ્રેલિયામાં અડધા ટનથી વધુ કોકેઈન મોકલવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તપાસ બાદ જાણવા મળ્યું કે તેઓ એક કંપની સાથે જોડાયેલા હતા. તેમણે કંપનીના નામે મેટલ ટૂલબૉક્સના કવરમાં છુપાવીને પ્લેન દ્વારા કોકેન ઑસ્ટ્રેલિયા મોકલ્યું હતું.
તમને જણાવી દઈએ કે ભારતે બ્રિટન પાસે તેમના પ્રત્યાર્પણની માંગ કરી હતી, તેમના પર ગુજરાતમાં તેમના દત્તક પુત્રની હત્યાનો આરોપ હતો. ઑસ્ટ્રેલિયામાં અડધા ટનથી વધુ કોકેઈનની નિકાસ કરવાનો દોષી ઠેરવ્યા બાદ તેમને 33 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

તપાસ એજન્સીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઑસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે મે 2021માં સિડનીમાં આગમન પર 5.7 કરોડનુ કોકેઈન પકડ્યુ હતું અને નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ના તપાસકર્તાઓએ આને મોકલનારની ઓળખ હનવેલની 59 વર્ષીય આરતી ધીર અને 35 વર્ષીય કવલજીત સિંહ રાયજાદા તરીકે કરી હતી.
એનસીએના વરિષ્ઠ તપાસ અધિકારી પિયર્સ ફિલિપ્સે કહ્યું કે, "આરતી ધીર અને કવલજીતસિંહ રાયઝાદાએ યુકેથી ઑસ્ટ્રેલિયામાં લાખો પાઉન્ડના કોકેઈનની દાણચોરી કરવા માટે એર ફ્રેઈટ ઈન્ડસ્ટ્રીનો ઉપયોગ કર્યો હતો, તેઓ જાણતા હતા કે તેઓ આ પદ્ધતિઓ દ્વારા વધુ પૈસા કમાઈ શકે છે. તેમએ તેમની સંપત્તિને રોકડમાં રાખી હતી. વળી, ગેરકાયદેસર નાણાંથી સોનું અને ચાંદી પણ ખરીદી લીધા હતા.
ધીર અને રાયઝાદાએ ઑસ્ટ્રેલિયામાં કોકેઈન મોકલવાના અને મની લૉન્ડરિંગના આરોપોને નકારી કાઢ્યા છે. સોમવારે સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં સુનાવણી બાદ, જ્યુરીએ તેમને નિકાસના 12 કેસો અને મની લૉન્ડરિંગના 18 કેસો માટે દોષિત ઠેરવ્યા હતા. મંગળવારે આ જ કોર્ટમાં તેમને સજા સંભળાવવામાં આવશે.
ઑસ્ટ્રેલિયામાં વેચવામાં આવે તો આ નશીલા પદાર્થોની કિંમત 5.7 કરોડ પાઉન્ડ સુધીની હશોત, જ્યાં કિંમતો બ્રિટન કરતાં ઘણી વધારે છે. બ્રિટનમાં જથ્થાબંધ એક કિલોગ્રામ કોકેઈનની કિંમત લગભગ 26,000 પાઉન્ડ પ્રતિ કિલોગ્રામ છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં કોકેઈનનો આ જ જથ્થો 110,000 પાઉન્ડમાં વેચાય છે.
અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે આ માલ ધીર અને રાયઝાદા પાસે હતો જેમણે ડ્રગની દાણચોરીના એકમાત્ર હેતુ માટે વાઇફ્લાય ફ્રેઇટ સર્વિસીસ નામની કંપનીની સ્થાપના કરી હતી. બંને આરોપીઓ જૂન 2015માં કંપનીની રચના થઈ ત્યારથી અલગ-અલગ સમયે તેના ડાયરેક્ટર રહી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
