For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળની ક્ષમા બની અમેરિકાની સિટી કાઉન્સીલર

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 22 નવેમ્બર: ભારતીય મૂળની અમેરિકન ક્ષમા સાવંત અમેરિકાના તટીય શહેરની સિટી કાઉન્સિલર માટે પસંદ કરવામાં આવી છે. ખાસિયત એ છે કે તે પહેલી સમાજવાદી છે, જે સિટી કાઉન્સિલ માટે પસંદ કરવામાં આવી છે.

સાવંત વ્યવસાયે શિક્ષક છે. તે સીટલ સેન્ટર કમ્યુનિટી કોલેજમાં અર્થશાસ્ત્ર ભણાવે છે. તેમણે પોતાની ચૂંટણી પ્રચાર દરમિયાન અમેરિકાના આર્થિક ઢાંચાને જ મુદ્દો બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે તેમણે જણાવ્યું કે વિસ્તારમાં સર્વાધિક નોકરી આપનાર ખાનગી કંપની બોઇંગને સાર્વજનિક ક્ષેત્રે લઇ જવી જોઇએ.

તેમણે જણાવ્યું કે પાયો અને કર્મચારી બંને છે તો વાંધો શું છે. બોઇંગ કંપની નોકરિયોમાં કાપની વાત કરી રહી છે, જ્યારે સાવંત માને છે કે આ બિનજરૂરી છે. અમેરિકા જ નહી દુનિયાના બીજા અન્ય દેશોના અખબારોએ પણ સાવંતની જીતને પ્રમુખતાથી સ્થાન આપ્યું છે. અખબાર માટે સાવંતની પસંદગી કરતા વધારે મૂડીવાદી દેશ અમેરિકામાં એક સમાજવાદીની જીત મહત્વપૂર્ણ છે.

kshama sawant
સાવંતનો જન્મ વર્ષ 1973માં પૂણેમાં થયો હતો અને તે મુંબઇમાં મોટી થઇ હતી. મુંબઇથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યા બાદ અને મુંબઇ વિશ્વવિદ્યાલયથી બીએસની ડિગ્રી લીધા બાદ તેમના લગ્ન વિવિક સાથે થઇ ગયા હતા. વિવેક અમેરિકામાં માઇક્રોસોફ્ટમાં કામ કરી રહ્યા હતા. લગ્ન બાદ તેઓ અમેરિકા ચાલી ગયા હતા. અત્રે તેમણે કૈરોલિના સ્ટેટ યુનિવર્સિટિમાંથી 2010માં અર્થશાસ્ત્રમાં પીએચડી કરી હતી.

English summary
Indian-American Kshama Sawant has been elected to the prestigious Seattle City Council, making her the first socialist to be voted to an elected office, 97 years after the city sent their first outspoken radical into office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X