For Daily Alerts
ભારતીય મૂળના વિજ્ઞાન લેખકે જીત્યો બ્રિટિશ એવોર્ડ
વોશિંગ્ટન, 2 માર્ચઃ ભારતીય મૂળના વિજ્ઞાન લેખક અનિલ અનંતાસ્વામીએ બ્રિટિશ ભૌતિક પત્રકારિતા પુરસ્કાર જીત્યો છે. તેમને ધ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફિજિક્સ અને ધ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફેસિલિટીલ કાઉન્સિલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
અમેરિકા ખગોળ સંસ્થાન દ્વારા અગ્રસારિત આઇઓપીના અહેવાલ અનુસાર પત્રકારો દ્વારા ભૌતિકના જટીલ કાર્યો અંગે લેખન પ્રોત્સાહિત કરવા અને ભૌતિકવિદોની આગામી પેઢીને પ્રેરિત કરવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
અનંતાસ્વામી ન્યૂ સાયન્ટિસ્ટ પત્રિકાના સલાહકાર અને ધ એજ ઓફ ફિજિક્સના લેખક છે. આ પુરસ્કાર તેમણે હિપ હિપ એં લેખ પર મળ્યુ છે, જો કે આંતરરાષ્ટ્રીય પરિયોજનાએ ડિઝાઇન અને એક સૌથી મોટા રેડિયો દૂરબિન પર કેન્દ્રિત છે. ભૌતિકી પત્રકારિતા પુરસ્કારના રૂપમાં વિજેતા જાપાનની મફત યાત્રાની સુવિધા આપવામાં આવે છે. જાપનમાં વિશ્વનું અગ્રણી ભૌતિકી અનુસંધાન કેન્દ્ર છે.