For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બાળકો અમેરિકામાં તોફાનમાં ફસાયા

|
Google Oneindia Gujarati News

sandy
ન્યૂજર્સી, 31 ઑક્ટોબરઃ અમેરિકાના ઘણા રાજ્યોમાં 'સૅન્ડી' તોફાનનો કાળો કેર જારી છે અને તેની ઝપેટમાં આવનારા કેટલાક ભારતીય બાળકો પણ છે. દિલ્હીની અને સિમાલાની શાળાના વિદ્યાર્થીઓને એક સંસ્થાના નાસાના પ્રવાસ અર્થે અમેરિકા લઇ ગઇ હતી, આ વિદ્યાર્થીઓને ન્યૂજર્સીમાં એક હોટલમાં ફંસાયા છે.

બીબીસીના એક અહેવાલ અનુસાર શાળાનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓ તોફાનના કારણે ન્યૂજર્સીમાં ફસાયેલા છે, પરંતુ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કુલ 29 બાળકો નાસાના પ્રવાસે ગયા હતા.

નોંધનીય છે કે અમેરિકામાં આવેલા 'સૅન્ડી' તોફાનના કારણે અત્યારસુધી 43 લોકો માર્યા ગયા છે અને અંદાજે 82 લાખ ઘરો વિજળી વિહોણા છે. બાળકો સાથે ગયેલા રોહિત શર્માનું કહેવું છે કે તમામ બાળકો સહિત તેમની સાથે ગયેલા શિક્ષકો અને અન્ય સ્ટાફ સુરક્ષિત છે.

તેમનું કહેવું છે કે, તેમાં કોઇ શંકા નથી કે વિદ્યાર્થીઓ ઘબરાયેલા છે, પરંતુ અમે તેમની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરી છે, કારણ કે તોફાન અંગે પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી, તેથી ખાવા-પીવાનો સામાન ખરીદી લેવામાં આવ્યો હતો, અમે મીણબત્તી પણ ખરીદી લીધી હતી.

English summary
Indian school students are reportedly stranded in New Jersey and Washington because of Hurricane Sandy that has left the east coast in the United States devastated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X