For Quick Alerts
For Daily Alerts
વિદ્યાર્થીઓની ધરપકડના પગલે કાંગોમાં ભારતીયોને મળી ધમકી
કિનશાસા, 21 જૂન : કાંગોમાં યુવકોના એક જૂથે ભારતમાં પોતાના દેશના 21 વિદ્યાર્થીઓની ધરપકડ થઇ હોવાના પગલે પોતાની નારાજગી વ્યક્ત કરતા અહીંના ભારતીય દુકાનદારોને ધમકીઓ આપી છે. લા ગોમ્બેમાં એક મહિલા વ્યાપારીએ જણાવ્યું કે ઘણાં ભારતીય દુકાનદારોને ગઇકાલે ધમકી આપવામાં આવી.
કાંગોની પોલીસનું કહેવું છે કે દુકાનદારોની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબંસ્ત ગોઠવવામાં આવ્યો છે, જોકે સંબંધિત સ્થાનો પર સુરક્ષાદળો જોવા મળ્યા ન્હોતા. જેના પગલે ભારતીય શોપકિપરોમાં થોડો ભય વર્તાઇ રહ્યો છે.
સ્થાનીય મીડિયાનું કહેવું છે કે જાલંધરમાં ઝઘડાના મામલામાં કાંગોના 21 યુવકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં આ પ્રકારની વાતો ફેલાયેલી છે કે આ યુવકો પર ભારતમાં વંશીય હુમલો કરવામાં આવ્યો તથા પોલીસે તેમની સાથે બર્બરતા કરી.