For Daily Alerts
ભારતીય મૂળના પાંચ કનેડિયન નાગરીકોના દુર્ઘટનામાં મોત
ટોરેન્ટો, 2 મેઃ સુર્રેમાં ગત 28 એપ્રિલે એક ભીષણ માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળના એક કેનેડિયન પરિવારના પાંચ સભ્યોના મૃત્યું નીપજ્યાં છે. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે કરવામાં આવશે.
મૂળ પંજાબ નિવાસી કેનેડિયન કારોબારી જોલી સચદેવાએ પોતાની પત્ની રીના અરજોત, પુત્ર અનીસ, પુત્રી જેસિકા, માં વિદ્યાવતી સચદેવા અને બહેન નીલમ રાની ધીંગરાને આ દુર્ઘટનામાં ગુમાવી દીધા છે. પરિવારના સભ્યો ધિ ડોઝ કારવાંની યાત્રા પર નીકળ્યા હતા, જે દરમિયાન તેમની ટોયોટા કોરાલા સાથે આ દુર્ઘટના ઘટી હતી.
ધિ વેંકુવર સમાચાર પત્ર અનુસાર પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, અંતિમ સંસ્કાર શુક્રવારે નદી કિનારે કરવામાં આવશે. સચદેવા સુર્રેમાં સચદેવા સ્વીટ્સ એન્ડ રેસ્ટોરાં નામની એક દુકાન ચલાવે છે. પરિવારના સભ્યો ધાર્મિક પ્રક્રિયા પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.
ધિ ડોઝ કારવાના 46 વર્ષીય ચાલકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની હાલત સ્થિર છે. દુર્ઘટનાના સમાચાર સુર્યમાં ભારતીય મૂળના કેનેડિયન સમુદાય વચ્ચે ઉંડો શોક વ્યક્ત કર્યો છે.