For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવિતા એબોર્શન કેસ: ત્રણ ડોક્ટરોને હટાવાયા

|
Google Oneindia Gujarati News

savita
લંડન, 21 નવેમ્બર: આયર્લેન્ડમાં ભારતીય મહિલા ડોક્ટર સવિતા હલપ્પનાવરના મોતની તપાસ કરનારી કમિટીમાંથી ત્રણ ડોક્ટરોને દૂર કરવામાં આવ્યા છે. આ ત્રણેય ડોક્ટરો ગૈલવે યુનિવર્સિટી હોસ્પિટલમાંથી હતા. આયરિશ ડોક્ટરોએ ગર્ભપાતની જરૂર હોવા છતા આયરિશ કાનૂનનો હવાલો આપી ગર્ભપાત નહી કરતા ભારતીય મૂળની સવિતાનું મોત નીપજ્યુ હતું.

આ મામલાની તપાસ માટે સાત સભ્યોવાળી ટીમ બનાવ્યાના થોડા કલાકોની અંદર જ આયર્લેન્ડના પ્રધાનમંત્રી એંડા કૈનીએ સંસદમાં આ ડોક્ટરોને હટાવવાની જાહેરાત કરી. સવિતાના પતિ પ્રવિણ હલપ્પનાવરે તપાસકર્મીઓને પોતાની પત્નીના મેડિકલ રિપોર્ટ બતાવવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે ગૈલવે હોસ્પિટલના ત્રણ ડોક્ટરો આ તપાસ સમિતિમાં સામેલ હતા.

કૈનીએ જણાવ્યું કે 'આ ત્રણ ડોક્ટરો તપાસ સમિતિનો ભાગ નહીં બને. તેમના સ્થાને એ ડોક્ટરોને સામેલ કરવામાં આવશે જેમનો આ હોસ્પિટલ સાથે કોઇ સંબંધ ના હોય.' પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય સવિતાના પતિ અને પરિવાર પર આ ઘટનાના દુ:ખદ પ્રભવ અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સવિતાના મોત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની યોગ્ય તપાસ થઇ શકશે.

English summary
Ireland has dropped three doctors of the Galway University Hospital from the team that will probe death of Indian dentist Savita Halappanavar, who died due to pregnancy related complications after being denied abortion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X