• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇસ્લામ નહીં કબૂલતા ભારતીય વિદ્યાર્થીની જીભ કાપી નાખી

|
Google Oneindia Gujarati News

બર્લિન, 28 ડિસેમ્બર: જર્મનીના બોનમાં એક રુંવાડા ઉભા કરી નાખે તેવી ઘટના સામે આવી છે. ગુરુવારે જર્મન પોલીસે જણાવ્યું કે ઇસ્લામિક કટ્ટરપંથિયોએ એક ભારતીય વિદ્યાર્થીને ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું હતું. વિદ્યાર્થીએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરી દેતા કટ્ટરપંથિયોએ જણાવ્યું કે જો તે ઇસ્લામ અંગીકાર નહી કરે તો તેની જીભ કાપી લેવામાં આવશે. તેમની ધમકી છતાં વિદ્યાર્થીએ ઇસ્લામ અંગીકાર કરવાનો ઇનકાર કરતા કટ્ટરપંથીઓએ પહેલા તો તેને જોરદાર માર માર્યો અને બાદમાં તેની જીભનો થોડો ભાગ કાપી નાખ્યો અને કારમાં ફરાર થઇ ગયા.

બોન પોલીસના પ્રવક્તા હારી કોલ્બેએ ડોયચે વેલેને જણાવ્યું કે 'ક્રિસમસના એક દિવસ પહેલાની રાત્રે અમને જાણકારી મળી કે 10 વાગ્યે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે, તેને ગંભીર ઇજા પહોંચી છે. 24 વર્ષના આ યુવકની જીભનો એક ભાગ કાપી લેવામાં આવ્યો છે અને સતત ખૂન વહી રહ્યું છે.'

આ ભારતીય યુવકે બોન પોલીસને જણાવ્યું કે તે શહેરના ગીચવસ્તીવાળા વિસ્તાર પોપલ્સડોર્ફની તરફ જઇ રહી હતી. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ તેને રોકીને પોતાનો ધર્મ બદવા દબાણ કર્યું હતું. વિદ્યાર્થી દ્વારા ના કહેતા તેની સાથે આવુ કૃત્ય કરવામાં આવ્યું હતું.

કાર અંગે પોલીસ પાસે કોઇ જાણકારી નથી. ત્યાંથી પસાર થઇ રહેલી એક મહીલાએ યુવકના મોમાંથી લોહી વહેતા જોઇ તેની મદદ માટે એમ્બ્યુલન્સ બોલાવી. કોલ્બેએ જણાવ્યું કે 'તેમને ઘટના અંગેની જાણકારી મળતા જ તપાસ શરૂ કરી દીધી છે. અને પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી છે અને યુવકના કપડા પોલીસ કબ્જામાં લેવાયા છે અને તેના લોહીની તપાસ કરાવાઇ છે.'

આ મામલો 24 ડિસેમ્બરનો છે પરંતુ પોલીસે આની જાણકારી બુધવારે આપી. ત્રણ દિવસ બાદ પણ પોલીસ પાસે હુમલાખોરો અંગે કોઇ જાણકારી નથી. તેમની પાસે માત્ર એટલી જ જાણકારી છે જેટલી આ યુવકે આપી હતી.

English summary
A 24-year Indian student in Bonn was brutally attacked by Islamic extremists who slashed his tongue when he refused to convert, German police said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X