For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૈરોબીમાં હીરો બન્યા ભારતીય સમુદાયના લોકો

|
Google Oneindia Gujarati News

નૈરોબી, 27 સપ્ટેમ્બરઃ કેન્યામાં ભારતીય સમુદાયના લોકો નૈરોબીના એક મોલ પર શનિવારે થયેલા આતંકવાદી હુમલા બાદ હીરો બનીને ઉભર્યા, નૈરોબીમાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયોએ આ પૂર્વ આફ્રિકન દેશના ઇતિહાસમાં સૌથી ભયાનક સમયમાં આપાત સહાયતા સેવા પૂરી પાડી. સમુદાય દ્વારા સંચાલિત સંસ્થાઓમાં એમપી શાહ હોસ્પિટલ અને આગા ખાન અને ગુરુનાનક હોસ્પિટલ તમામ આતંકવાદી હુમલામાં શિકાર વેસ્ટગેટ શોપિંગ મોલમાં એક કિમીથી થોડેક દૂર પર સ્થિત છે. આ હોસ્પિટલ હોસ્પિટલમાં હુમલામાં ઇજાગ્રસ્ત ડઝનેક લોકો સારવાર લઇ રહ્યાં છે.

આ ત્રણેય પ્રમુખ ચિકિત્સા સંસ્થાન શહેરના જે પાર્કલેન્ડ્સ વિસ્તારમાં સ્થિત છે, ત્યાં પરંપરાગત રીતે ભારતીયવંશોના પ્રભુત્વવાળા છે. સંસ્થાઓએ અનેક જીવન બચાવવામાં સમય સાથે દોડ લગાવી. એશિયન સમુદાયની વૃદ્ધ મહિલાઓ, યુવતીઓએ સ્વયંસેવક રીતે ઘટનાઓની પળપળના સમાચાર આપી રહેલા પત્રકારો અને આતંકવાદીઓ સામે લડી રહેલા સુરક્ષાકર્મીઓને ભોજન, પાણી અને નાસ્તો આપ્યો. સમુદાયે સૌથી કપરો સમય દેશના બાકી સમુદાયનીસાથે મહાનતમ એકજુટતા પ્રદર્શિત કરી છે.

kenya-nairobi-mall
ઓસવાલ સમુદાય સંચાલિત ચૈરિટી સહિત ભારતવંશીઓના નેતૃત્વવાળી સેવા સંગઠનો અને ભારતીય પ્રભુતવ્વાળા લાયન્સ ક્લબે તમામ પ્રકારની સહાયતા પુરી પાડવામાં આવી અને કેન્યન સૈનિકો અને બચાવ અભિયાનમાં જોડાયેલા સ્વયંસેવકોની આવશ્યક વસ્તુઓની આપૂર્તિ કરી. ચેરિટીએ પોતાના સેંકડો સદસ્યો, શુભચિંતકોને રક્તદાન માટે પ્રેરિત કર્યાં જે એ સમય માટે ઘણું જ મહત્વનું હતું.

એમપી શાહ હોસ્પિટલ હુમલામાં શિકાર બનેલા લોકો પાસેથી કોઇ કિંમત નહીં લેવાની ઘોષણા કરી છે. હોસ્પિટલના ચેરમેન મજુદ શાહે બુધવારે ઘોષણા કરી કે પીડિતોને આપવામાં આવી રહેલી સેવાઓના બદલે કોઇ શુલ્ક લેવામાં નહીં આવે. આ ઘોષણાએ દેશનું ધ્યાન ખેંચ્યું. ચાર દિવસ સુધી ચાલેલા આ સંકટ દરમિયાન 61 નાગરિક અને છ સુરક્ષાકર્મી માર્યા ગયા. નવી દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ચાર ભારતીય સામેલ છે.

હુમલામાં માર્યા ગયેલા ભારતીયોમાં ગુજરાતના જુનાગઢના વાયા નિવાસી જ્યોતિબાલા, ધર્મેશ, સ્થાનિક દવાઓ કંપની ગર્લે લિમિટેડના કર્મચારી અને તમિળનાડુ નિવાસી શ્રીધર નટરાજન, નૈરોબી સ્થિત બેન્ક ઓફ બરોડાના પ્રબંધકના પુત્ર મનોજ જૈન અને બેંગ્લોર નિવાસી સુદર્શન બી. નાગરાજ સામેલ છે. આ હુમલામાં કેન્યામાં રહેતા અનેક ભારતવંશીઓએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત સમુદાયના વ્યવસાયને પણ નુક્સાન પહોંચ્યું છે. હુમલાનો શિકાર મોલ અહીં સ્થિત છે, તે ભારતીયો ત્રીજી પેઢીના પ્રભુત્વવાળો વિસ્તાર છે.

English summary
Members of Kenya’s Indian community are emerging as heroes of last Saturday's terrorist attack at a Nairobi mall they frequent in large numbers, with their institutions and individuals providing critical emergency assistance at one of the darkest moments in the east African nation’s history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X