For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્સેલર પ્રમુખ લક્ષ્મી મિત્તલને મળશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ

By Super
|
Google Oneindia Gujarati News

lakshmi-mittal
પેરિસ, 27 નવેમ્બર: વિશ્વની ટોચની સ્ટીલ કંપની આર્સેલ મિત્તલના પ્રમુખ લક્ષ્મી મિત્તલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંકો હોલોંદ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત એવા સમયે થઇ રહી છે, જ્યારે ફ્રાન્સમાં કારખાના બંદ કરવાના આર્સેલર મિત્તલના નિર્ણયની નારાજગી છે.

આર્સેલર મિત્તલે ફ્રાન્સના પૂર્વીય ભાગના ફ્લોરેન્જમાં પોતાના બ્લાસ્ટ ફર્નેસ સંયંત્ર બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ કારખાના માટે ખરીદદારને શોધવા માટે સરકારને બે મહિનાનો સમય આપ્યો છે. જેની અવધિ શનિવારે સમાપ્ત થઇ રહી છે.

સરકારે કહ્યું કે તેમની પાસે બે પેશકશ છે પરંતુ આખી પરિયોજના માટે છે. બીજી તરફ મિત્તલને આખા કારોબાર વેચવાનો ઇન્કાર કર્યો છે. ફ્રાન્સની સરકારને કારખાનાના સ્થળનું અસ્થાયી રાષ્ટ્રીયકરણનો મુદ્દો ઉઠાવ્યો છે. જેને લઇને મિત્તલે ફ્રાન્સમાં ચાલી રહેલી પોતાની તમામ ગતિવિધિઓ બંધ કરવાની ચેતવણી આપી છે.

મિત્તલ પરિવારે કહ્યું કે તેમને ફ્રાન્સની ઔધ્યોગિક પુનર્સ્થાપના વિભાગના મંત્રી અર્નાદ મોંટબર્ગના નિવેદનથી આધાત છે. મોંટબર્ગ દેશમાં એક કારખાનું બંધ કરવાના આર્સેલર મિત્તલના નિર્ણયથી એટલા નારાજ છે કે તેમણે કંપનીને ફ્રાન્સમાંથી જતા રહેવા કહીં દીધું છે.

ફ્રાન્સના બિઝનેસ અખબાર લેસ ઇકોસને આપેલા ઇન્ટરવ્યુમાં મોંટબર્ગે કહ્યું કે, અમે વધું સમય સુધી મિત્તલને ફ્રાન્સમાં જોવા માગતા નથી. કારણ કે, તેમના તરફથી ફ્રાન્સને સન્માન આપવામાં આવી રહ્યું નથી. 2006થી મિત્તલ ખોટું બોલી રહ્યાં છે. તેને હવે વધારે સમય સહન કરી શકાય તેમ નથી. કંપનીએ ક્યારેય પણ ફ્રાન્સ પ્રત્યે પોતાના વચનો પુરા કર્યા નથી. આર્સેલર મિત્તલે ફ્રાન્સના પૂર્વિય ભાગમાં સ્થિત ફ્લોરેન્જની બ્લાસ્ટ ફર્નેસને બંધ કરી દીધી ચે. કર્મચારીઓએ બેરોજગાર થઇ જવાનો ખતરો છે.

English summary
The head of steel giant ArcelorMittal, Lakshmi Mittal, will meet the French President Francois Hollande tomorrow amid a showdown over the steel giant’s operations in France, a source close to the matter said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X