For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયએ બનાવ્યો એક એવો રોબોટ જે જાતે જ વિચારશે

|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 30 સપ્ટેમ્બરઃ અમેરિકામાં એક ભારતીય વૈજ્ઞાનિકે એક એવી સિસ્ટમનો વિકાસ કર્યો છે, જેનાથી રોબોટ હવે પોતાની રીતે સમજી વિચારીને કામ કરી શકશે. જેના કારણે ત્રુટિની સંભાવના ઓછામાં ઓછી રહી જશે. અમેરિકાની મિસુરી યુનિવર્સિટી સાથે જોડાયેલા ભારતીય મૂળના વૈજ્ઞાનિક ડો જગન્નાથ સારંગપાણીએ જે ફીડબેક સિસ્ટમ તૈયાર કરી છે, એ અનુસાર રોબોટ ન્યૂનતમ દેખરેખ હેઠળ પોતાનું કામ કરી શકે છે.

robot
આ સિસ્ટમ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સિસ્ટમ વિક્સાવવામાં આવ્યા બાદ ભવિષ્યમાં આ પ્રકારના રોબોટની કલ્પના પણ સાકાર થઇ શકે છે, જે એક વ્યક્તિની જેમ જ સમજી અને વિચારીને પોતાના કામ કરી શકે. રોબોટ માટે તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઇનથી તે કોઇપણ પ્રકારના કાર્યને દક્ષતાપૂર્વક અને પોતાના વિચાર આધારિત કરી શકવા માટે સક્ષમ બનશે.

નોંધનીય છે કે, આ નવી શોધ બાદ વિકસિત રોબોટનો પ્રયોગ સુરક્ષા પ્રણાલી, ખનન અને દેખરેખમાં કરવામાં આવી શકે છે.

English summary
An Indian scientist who has created a different design, which will help in thinking for Robot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X