For Daily Alerts
પંજાબ સરકારે NRI સંમેલન બોલાવવાનો કર્યો નિર્ણય
વોશિંગ્ટન, 25 ઑક્ટોબર: અમેરિકામાં પંજાબી સમુદાયે પંજાબ સરકાર દ્રારા આવતા વર્ષે જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય (એનઆરઆઇ)ઓનું સંમેલન બોલાવવાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે.
નોર્થ અમેરિકન પંજાબી એસોશિએસને (એનએપીફ) પોતાના એક નિવેદનમાં પંજાબ સરકારને કહ્યું હતું કે વિદેશમાં રહેતાં પંજાબી સમુદાયના તે સભ્યોને આમંત્રિત કરવાનો અનુરોધ કર્યો છે કે જેમને ઘરે પરત ફરવાના મુદ્દે સમસ્યા હોય અથવા જે પંજાબમાં રોકાણ કરવા ઇચ્છે છે. આશા છે કે જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણદિવસીય આ સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રવાસી પંજાબી ભાગ લેશે.
એનએપીફના અધ્યક્ષા સતનામ સિંહ ચહલે કહ્યું હતું કે પંજાબ સરકારને તે નક્કી કરવું જોઇએ કે પ્રવાસી પંજાબી સમુદાયનું જીવન અને સંપત્તિ પંજાબમાં સુરક્ષિત છે. આ રીતે આશ્વાસનથી વિદેશમાં રહેનાર પંજાબી સમુદાય પંજાબમાં રોકાણ કરવા આકર્ષિત થશે.