For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRIsને રાહત, GAARનું અમલીકરણ વર્ષ 2016 સુધી મુલતવી

|
Google Oneindia Gujarati News

gaar
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન આપવાના પગલાં અને લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને વિદેશમાં વસતા ભારતીયોની નારાજગી નહીં વહોરવાના હેતુથી કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. વિવાદાસ્પદ ગણાતા GAAR (જનરલ એન્ટી અવોઈડન્સ રૂલ્સ)ના અમલીકરણને કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ માટે ટાળી દીધો છે. હવે ગાર વર્ષ 2016થી અમલી બનશે.

આ અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે GAARનો હેતુ કરચોરીને રોકવાનો છે, પણ હવે તેને એપ્રિલ, 2016 સુધી મુલતવી રાખી દેવામાં આવ્યો છે. આ નિર્ણય શોમ કમિટીએ સરકારને કરેલી ભલામણને આધારે લેવામાં આવ્યો છે. જેના કારણે એનઆરઆઇને આગામી ત્રણ વર્ષ સુધી મોટી રાહત મળી છે.

પી. ચિદમ્બરમે એમ પણ કહ્યું કે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા દેશમાં કરાતા મૂડીરોકાણ પર હમણા GAAR લાગુ પાડવામાં નહીં આવે. ત્રણ કરોડ રૂપિયા સુધીની ટેક્સ રાહત લેનારા રોકાણકારો પર જ GAAR અમલી બનશે. આ ઉપરાંત ઈન્કમ ટેક્સની કલમ 90 (એ) અંતર્ગત રાહત લેનાર એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરો)ને પણ GAARના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

બીજી સારી વાત એ છે કે ટેક્સ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની તપાસ શરૂ કરતા પહેલા પાર્ટીને કારણદર્શક નોટિસ મોકલવી. સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી એફઆઈઆઈમાં આનંદની લહેર ફરી વળી છે.

English summary
Respite to NRIs, implementation of GAAR postponed till 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X