For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંશીય અપશબ્દોના ઉપયોગ બદલ અમેરિકન શીખોએ માંગ્યા દસ્તાવેજો

|
Google Oneindia Gujarati News

Sikh
વોશિંગ્ટન, 18 જુલાઇઃ અમેરિકામાં શીખોની એક સંસ્થાએ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી અને એફબીઆઇને કહ્યું છેકે, તે તેમના સમુદાયને નિશાન બનાવીને ચલાવવામાં આવી રહેલા સર્વિલાંસ કાર્યક્રમ દરમિયાન કથિત વંશીય અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની આખી યાદી પૂરી પાડે.

ધ શીક કોએલિજને ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેન્શન એક્ટ હેઠળ અરજી કરીને 11 સપ્ટેમ્બર 2001ના હુમલા બાદ એફબીઆઇ અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના કર્મચારીઓ દ્વારા શીખ વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા તમામ ઇમેઇલ આપવામાં આવે તેવી માંગણી કરે છે. કોએલિજનના કાર્યક્રમ નિદેશક અમરદીપ સિંહે કહ્યું કે, અમેરિકન હોવાના નાતે અમે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પાસેથી વ્યસ્કો જેવા વ્યવહારની આશા રાખીએ છીએ.

શીખ સમુદાય તરફથી આ પગલું તાજા સમાચારોમાં થયેલા ખુલાસા બાદ લેવામાં આવ્યું છે. સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે એનએસએ અને એફબીઆઇએ અમેરિકન મુસ્લિમો પર દેખરેખ દરમિયાન જાતીય અપશબ્દ ‘રેગહેડ’નો ઉપયોગ કર્યો હતો. રેગહેડનો ઇશારો માથા પર પહેરવામાં આવતી પાગડી સાથે થાય છે. એડવર્ડ સ્નોડેનના ખુલાસામાં બહાર આવેલી આ રિપોર્ટમાં મુસ્લિમો માટે ‘મોહમ્મદ રેગહેડ’ શબ્દનો ઉપયોગ કરવમાં આવ્યો હોવાની ચર્ચા છે.

શીખો પણ ધાર્મિક માન્યતાઓના કારમે પાગડી પહેરે છે. 9/11ના હુમલા બાદ અમેરિકામાં અનેક સ્થળો પર શીખોને નિશાન બનાવવામા આવ્યા હતા. અનેક શીખ આ હુમલાઓમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

English summary
Sikh advocacy group has asked US authorities, including the FBI, to disclose their use of ethnic slurs in surveillance programmes amid reports that intelligence agencies used an anti-Muslim epithet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X