For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન યુનિવર્સિટીમાં ભારતીય એન્જીનીયરને કરાયા સન્માનિત

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 4 મેઃ ભારતમાં જાણીતી એનર્જી સંસ્થા ચલાવનારા અનિલ રાજવંશીને ગ્રામી વિકાસ માટે ઉત્કૃષ્ઠ કાર્ય કરવા બદલ શનિવારે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. રાજવંશી આ યુનિવર્સિટીના પૂર્વ છાત્ર છે. રાજવંશી ડિસ્ટિંગગ્યુવિશ્જ એલ્યુમનસ એવોર્ડ મેળવનારા પહેલા ભારતીય છે. આ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા દ્વારા યુનિવર્સિટીમાંથી સ્નાતક કરીને પોતાના પસંદ કરેલા ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.

university-of-florida
આઇઆઇટી-કાનપુરથી મેકેનિકલ એન્જીનીયરિંગમાં સ્નાતક કરનારા રાજવંશીએ વર્ષ 1979માં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાંથી પીએચડી કરી છે. તેઓ વર્ષ 1981માં પોતાની ગ્રામીણ એનજીઓ એનએઆરઇ ચલાવવા માટે ભારત પરત ફર્યા તે પહેલા બે વર્ષ સુધી યુનિવર્સિટીના ફેકલ્ટીમાં રહ્યાં. આ સંસ્થા મહારાષ્ટ્રના ફલટન શહેરમાં છે. રાજવંશીને આ સન્માન યુનિવર્સિટીના કોલેજ ઓફ એન્જીનીયરિંગના અધ્યક્ષ કામે એબરનાથી દ્વારા ફ્લોરિડાના ગેંસવિલેમાં એક ભવ્ય દીક્ષાંત સમારોહમાં આપવા આવ્યું છે.

યુનિવર્સિટી તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એનએઆરઆઇએ કૃષિ, ઉર્જા અને સતત વિકાસમાં જોતરાઇને કામ કર્યું છે. કહેવામાં આવ્યું છેકે, રાજવંશીએ ગ્રામીણ સમુદાયોની વિજળી, પાણી, પ્રદુષણ અને આવકમાં સમાનતાની સમસ્યાઓ હલ કરવા માટે પરિષ્કૃત વિજ્ઞાન અને ટેક્નિકને લાગુ કરવામાં પોતાના 33 વર્ષ સમર્પિત કર્યા છે. રાજવંશી દ્વારા ગ્રામીણ વિકાસની દિશામાં કરવામાં આવેલા કાર્યો બદલ તેમને કેટલાક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની સાથે જ સોલર હોલ ઓફ ધ ફેમ પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. રાજવંશીએ કહ્યું છેકે તે પોતાની યુનિવર્સિટીથી સન્માન મેળવીને ગદગદ છે. આ પુરસ્કારને અમેરિકામાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાથી પરત ફરીને પોતાના દેશની મદદ કરવાની પ્રેરણા લેવી જોઇએ.

English summary
Anil Rajvanshi, a renewable energy pioneer of India, Saturday was honoured by the University of Florida, one of the leading universities in the US, for his "groundbreaking" work in rural development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X