Home / Photos
Anant Ambani Pre Wedding Function: અનંત અંબાણી-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ, જામનગર પહોંચ્યા આ સ્ટાર્સ
Anant Ambani Pre Wedding Function: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની બુધવારે સાંજથી જ શરૂ થઈ ગઈ છે. અનંત અને રાધિકાએ 28 ફેબ્રુઆરીએ 51 હજાર લોકોને ભોજન પીરસ્યું હતું. હવે તાજેતરમાં જ આ ફંકશનમાં ભાગ લેવા માટે બોલીવુડના દિગ્ગજ કલાકારો અને અભિનેત્રીઓ સહિત આંતરરાષ્ટ્રીય કલાકારોની ટીમ પણ ગુજરાતના જામનગર પહોંચી છે.
1/7
Share
ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગની શરૂઆત થઈ ગઈ છે. બોલીવુડ અને હોલીવુડના ઘણા સ્ટાર્સ પણ આ ફંક્શનમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે.
2/7
Share
ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલીવુડના ભાઈજાન સલમાન ખાન પણ તેના અંગત બોડિગાર્ડ શેરા સાથે કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો.
3/7
Share
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન 1 થી 3 માર્ચ સુધી ચાલશે. આવી સ્થિતિમાં, તમે જોઈ શકો છો કે, અમેરિકન સિંગર જે બ્રાઉન-રિહાનાની ટીમ જામનગર પહોંચી ગઈ છે.
4/7
Share
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, હોલીવુડ સિંગર રિહાના પણ આ રીતે પોતાની ટીમ સાથે એરપોર્ટ પહોંચી હતી. બ્લેક આઉટફિટમાં તેનો લુક જોઈને લોકો ગાયિકાના વખાણ પણ કરી રહ્યા છે.
5/7
Share
અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા માટે જ્હાન્વી કપૂર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જામનગર પહોંચી ગયા છે.
6/7
Share
અભિનેતા રણબીર કપૂર પણ પરિવાર સાથે ગુજરાતના જામનગર પહોંચી ગયો છે. આ ફંક્શન પહેલા જો કોઈએ સૌથી વધુ લાઇમલાઇટ લીધી હોય, તો તે કપૂર પરિવારની સૌથી નાની રાહા છે.
7/7
Share
રાહા પણ તેની માતા સાથે પ્રી-વેડિંગ પાર્ટીમાં પહોંચી હતી, તે આલિયાના ખોળામાં માથું રાખીને સૂઈ રહી છે. તેનો આ ક્યૂટ લુક સોશિયલ મીડિયા પર શેર થતાં જ વાયરલ થઈ ગયો છે.



Click it and Unblock the Notifications