Home / Photos
અનંત રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 'અન્ન સેવા'થી શરુ, અંબાણી પરિવારે પોતાના હાથે પીરસ્યુ ગામ લોકોને ભોજન, જુઓ ફોટા
Anant Ambani-Radhika Pre-Wedding Functions: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ બુધવાર (28 ફેબ્રુઆરી)થી શરૂ થઈ ગયા છે. અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત જામનગરના જોગવાડ ગામમાં 'અન્ન સેવા'થી થઈ હતી.
1/8
Photo Credit: ANI
Share
ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપના જોગવાડ ગામમાં સ્થાનિક લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી સહિત વર-કન્યાએ ગામના લોકોને ભોજન પીરસ્યું હતું, જેની તસવીરો સામે આવી છે.
2/8
Photo Credit: ANI
Share
મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં લોકોનું સ્વાગત કર્યું હતું. ગામના લોકોએ વર-કન્યાને ખૂબ આશીર્વાદ આપ્યા. મહિલાઓએ અનંતની આરતી પણ કરી હતી.
3/8
Photo Credit: ANI
Share
આ ત્રણ દિવસના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓ ભાગ લેશે. આ કાર્યક્રમ પર સમગ્ર દેશની નજર છે. જેના માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મુકેશ અંબાણીના નાનો દીકરો લોકોને ખૂબ જ પ્રેમથી ભોજન પીરસી રહ્યો છે અને તેમની સાથે વાત કરે છે.
4/8
Photo Credit: ANI
Share
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાવાનું છે. નોંધનીય છે કે અનંત અંબાણી જામનગરમાં જ ભણ્યા અને મોટા થયા છે.
5/8
Photo Credit: ANI
Share
ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. પ્રખ્યાત ગુજરાતી સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકીથી ડાયરાની ધૂમ મચાવી દીધી હતી.
6/8
Photo Credit: ANI
Share
અંબાણી પરિવારે તેમના પુત્ર અને પુત્રવધૂના લગ્ન પહેલા તેમના ગામના લોકોના આશીર્વાદ લેવા માટે 'અન્ન સેવા'નું આયોજન કર્યું હતું.
7/8
Photo Credit: ANI
Share
અંબાણી પરિવાર દ્વારા ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યુ. રાધિકાના દાદી અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો.
8/8
Photo Credit: ANI
Share
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 51 હજાર સ્થાનિક લોકોને અન્ન સેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. બુધવારે અંબાણી પરિવાર લોકોને ભોજન પીરસતો હોવાની તસવીરો સામે આવી છે.



Click it and Unblock the Notifications