Home / Photos
Radhika Merchant Bag Collection: મોંઘા અને લક્ઝરી પર્સનો શોખ રાખે છે રાધિકા મર્ચન્ટ, કરોડોમાં છે કિંમત
Radhika Merchant's Bag collection: અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ પોતાની સ્ટાઈલ અને મોંઘા ફેશન સ્ટેટમેન્ટને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તે ઘણી વાર મોંઘા હેન્ડબેગ સાથે જોવા મળી છે. જેની કિંમત કરોડોમાં હોય છે, ચાલો જોઈએ રાધિકા મર્ચન્ટનું લક્ઝરી એક્સપેન્સિવ બેગ કલેક્શન.
1/5
Share
Hermèsની લાઈટ બ્લૂ મિની બેગઃ આ ફોટામાં રાધિકા મર્ચન્ટ કેઝ્યુઅલ દેખાવ માટે સિલ્વર રંગના ફ્લોટર સેન્ડલ સાથે રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો છે. તેણે તેના ખભા પર હર્મેસ મિની બેગ લીધી હતી. આ મિની બેગની કિંમત 16 લાખ રૂપિયા હતી.
2/5
Share
Diorની મિની બેગઃ રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી મુંબઈમાં લક્ઝરી બ્રાન્ડ ડાયરના ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. ઈશા અને રાધિકા બંનેએ ડાયર મિની બેગ કેરી કરી હતી. રાધિકાની આ મિની બેગની કિંમત 10 લાખ રૂપિયા હતી.
3/5
Share
Bubblegum pink Kelly mini બેગઃ ફેશન ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાની પાર્ટીમાં રાધિકા મર્ચન્ટ ગુલાબી સાડી અને સિલ્વર બ્લાઉઝમાં જોવા મળી હતી. આ લુકમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકાએ સાડી સાથે લક્ઝરી બ્રાન્ડ હર્મેસની બબલગમ પિંક કેલી મિની એલિગેટર લેધર બેગ લીધી હતી. આ બેગની કિંમત 58,600 અમેરિકન ડૉલર એટલે કે લગભગ 1 કરોડ 68 લાખ રૂપિયા છે.
4/5
Share
'Hermes Kellymorphose'ની મિની લેધર બેગઃ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના લૉન્ચિંગ વખતે રાધિકા મર્ચન્ટે બ્લેક સાડીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાધિકા મર્ચન્ટે આ પ્રસંગે 'શહાબ-દુરાઝી' લેબલની બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલની સાડી પહેરી હતી. જેના પર બોર્ડર પર સફેદ લેસ ડિટેલિંગ વર્ક કરવામાં આવ્યું હતું. રાધિકા સાડી સાથે મેચિંગ 'Hermes Kellymorphose' મિની લેધર બેગની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.
5/5
Share
Judith Leiber Bow' clutch: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં રાધિકાના હાથમાં આ ક્યૂટ ક્લચ જોવા મળ્યુ હતુ. આ આકર્ષક ક્લચ બેગ જુડિથ લીબરની 'જસ્ટ ફોર યુ બો' ક્લચ છે. વેબસાઈટ અનુસાર, આ ક્લચની કિંમત 5995 ડૉલર છે એટલે કે ભારતીય ચલણ અનુસાર તેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા છે.



Click it and Unblock the Notifications