Home / Photos
Train Accident: 3 ટ્રેનો વચ્ચે ભીષણ અકસ્માત, ડઝનેક પાટા ખડી પડ્યા, ચારે તરફ મોતનુ તાંડવ, જુઓ બાલાસોર ટ્રેન દૂર્ઘટનાના દર્દનાક ફોટા
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના 02 જૂને સાંજે લગભગ 7 વાગે ત્રણ ટ્રેનોની ભીષણ અથડામણને કારણે થઈ હતી. શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ (ટ્રેન નં. 12841) અને બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. 12864) અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી.
1/11
Photo Credit: Social Media
Share
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
2/11
Photo Credit: Social Media
Share
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે (03 જૂન) સવારે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
3/11
Photo Credit: Social Media
Share
બાલાસોરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ એક મોટો અકસ્માત છે. અમે તમામ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરીએ છીએ. રેલ્વેની ટીમો, NDRF, SDRF ગઈકાલ રાતથી બચાવ કાર્યમાં લાગેલા છે. આ અકસ્માતમાં જેમના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સરકાર તેમને શક્ય તમામ મદદ કરશે. રેલવેએ ગઈ કાલે જ વળતરની જાહેરાત કરી હતી, તપાસ સમિતિ પણ બનાવવામાં આવી છે.
4/11
Photo Credit: Social Media
Share
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હાલ અમારું ધ્યાન બચાવ કાર્ય પર છે. રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ જ પુનઃસ્થાપન કાર્ય શરૂ કરવામાં આવશે. પુનઃસંગ્રહ માટે મશીનો પહેલેથી જ તૈનાત છે.
5/11
Photo Credit: Social Media
Share
બાલાસોર ટ્રેન દુર્ઘટનાના લગભગ 12 કલાક બાદ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને ઓડીઆરએએફ, ફાયર સર્વિસની ટીમો ગઈ રાતથી ત્યાં તૈનાત છે. લોકોને હજુ પણ બોગીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
6/11
Photo Credit: Social Media
Share
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું છે કે NDRF, ODRAF અને ફાયર વિભાગ હજુ પણ બોગીને કાપીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
7/11
Photo Credit: Social Media
Share
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 900 લોકો ઘાયલ થયા છે, તેમની સારવાર ચાલી રહી છે. 233 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
8/11
Photo Credit: Social Media
Share
બાલાસોર ટ્રેન અકસ્માતની સવારની તસવીરો વધુ દર્દનાક છે. #TrainAccident, #BalasoreTrainAccident હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.
9/11
Photo Credit: Social Media
Share
શનિવારે સવારે, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળ પર હાજર એક સ્થાનિકે કહ્યું, "અમે અહીંથી 200 મીટર દૂર માર્કેટમાં હતા, જ્યારે અમે અકસ્માતનો અવાજ સાંભળ્યો, અમે અહીં પહોંચ્યા. લોકોને બહાર કાઢ્યા.''



Click it and Unblock the Notifications