Home / Photos
Balasore Train Accident: તસવીરોથી જાણો બાલાસોર રેલવે અકસ્માતની તમામ અપડેટ
Balasore Train Accident: ઓડિશા બાલાસિનોર રેલવે અકસ્માત બે સદીઓથી ભારતમાં ભિષણ અકસ્માત બની ગઇ છે. શાલીમાર-ચેન્નાઇ કોરોમંડલ એક્સપ્રેસ(12841), બેગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ(12864) અને માલગાડી બાલાસોર જિલ્લાના બહનાગા બજાર સ્ટેશન પર 2 જૂનની સાંજે 7 કલાકે ટકરાઇ હતી.
1/19
Share
તસવીરોથી જાણો બાલાસોર રેલવે અકસ્માતની તમામ અપડેટ
2/19
Share
સાત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમો, પાંચ ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ટીમો અને 24 ફાયર
સર્વિસ અને ઈમરજન્સી યુનિટ્સ બચાવ કામગીરીમાં સામેલ હતા.
3/19
Share
દક્ષિણ પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્થળ પર પુનઃસ્થાપનનું કામ ચાલી
રહ્યું છે. પાટા પરથી ઉતરેલી બોગીઓ હટાવી લેવામાં આવી છે. માલસામાન ટ્રેનની બે બોગી પણ હટાવી લેવામાં આવી છે. એક બાજુથી
કનેક્ટિંગ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
4/19
Share
ઓડિશાના બાલાસોરમાં સમારકામનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જ્યાં ત્રણ ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસ (12841), બેંગલોર-હાવડા સુપરફાસ્ટ
એક્સપ્રેસ (12864) અને એક માલગાડી 2 જૂનની રાત્રે એક ભયાનક ટ્રેન દુર્ઘટનામાં પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 288 લોકો માર્યા
ગયા હતા અને લગભગ 1000 ઘાયલ થયા હતા.
5/19
Share
ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અત્યારે પણ બાલાસોરમાં છે.
6/19
Share
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના બાલાસોરમાં ચાલી રહેલા સમારકામના કામની દેખરેખ માટે
રવિવાર (04 જૂન) સવારથી અકસ્માત સ્થળે હાજર છે.
7/19
Share
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુધવાર એટલે કે, 7 જૂનની સવાર સુધીમાં સામાન્ય રૂટ શરૂ થાય અને આ ટ્રેક પર ટ્રેનો ફરી દોડવા
લાગે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
8/19
Share
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગઈ રાત્રે એક ટ્રેકનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આજે એક ટ્રેકને સંપૂર્ણ રિપેર કરવાનો
પ્રયાસ કરવામાં આવશે. તમામ બોક્સ દૂર કરવામાં આવ્યા છે. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. કામગીરી ઝડપથી ચાલી રહી છે.
9/19
Share
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, પુનઃસ્થાપન કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અધિકારીઓ અકસ્માત સ્થળ પર પુનઃસ્થાપન પ્રક્રિયા
પર નજીકથી નજર રાખી રહ્યા છે. એક હજારથી વધુ કામદારો કામમાં રોકાયેલા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 7 થી વધુ પોકલેન મશીન, 2
અકસ્માત રાહત ટ્રેનો અને 3-4 રેલ્વે અને રોડ ક્રેન્સ તૈનાત કરવામાં આવી છે.



Click it and Unblock the Notifications