Home / Photos
IPL 2024: મેચ જીત્યા બાદ ઋષભ પંતે કરી હળવી મજાક, જોવા મળી ધોનીની દુર્લભ સ્માઇલ
IPL 2024: વિશાખાપટ્ટનમમાં રવિવારના રોજ રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલમાં એક શાનદાર મેચ રમાઈ હતી. ચેન્નાઈની ટીમ તેની ત્રીજી મેચમાં વિજય નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તે સફળ રહી ન હતી. સતત બે મેચ હાર્યા બાદ, દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી, પરંતુ ધોનીએ મેચ દરમિયાન સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષું હતું.
1/6
Share
ચેન્નાઈમાં રમાયેલી બે મેચમાં ધોની ક્રિઝ પર ગયો ન હતો અને ચાહકો તેના શોટ્સ જોવા માટે ઉત્સુક હતા. આ વખતે જ્યારે તે પેવેલિયનમાંથી બહાર આવ્યો અને મેદાનમાં આવ્યો, ત્યારે સ્ટેડિયમ દર્શકોના બૂમાબૂમથી ગૂંજી ઉઠ્યું હતું. માહીને ક્રિઝ પર જોઈને બધા ખૂબ જ ખુશ હતા.
2/6
Share
એમએસ ધોનીની ટીમને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઋષભ પંતે માહી સાથે મજાક કરવાનું શરૂ કરી દીધું હતું. મેદાન છોડતી વખતે ઋષભ પંત અને ધોની વચ્ચે વાતચીત જોવા મળી હતી. પંતની મજાક પર ધોની પણ હસતો જોવા મળ્યો હતો. તેના ફોટા વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ધોની અને પંત વચ્ચે ખૂબ સારા સંબંધો છે.
3/6
Share
ધોનીની સાથે જાડેજા પણ ક્રિઝ પર હતો, અને તે તેની પહેલા રમવા આવ્યો હતો, પરંતુ માહીના બેટ બાદ જાડેજાને હિટિંગ કરવાની તક મળી ન હતી.
4/6
Share
ઋષભ પંતે ધોનીની ચેન્નાઈ જેવી મોટી ટીમ સામે પોતાની કેપ્ટનશીપ કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને 20 રનથી જીત અપાવવામાં સફળ રહ્યો હતો. તેણે બોલરોનો સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ જ કારણ હતું કે, દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું હતું.
5/6
Share
બેટિંગમાં ઋષભ પંતે પોતાની ટીમને સામેથી લીડ કરી અને ઝડપી બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ સિઝનમાં પંતના બેટમાંથી પ્રથમ ફિફ્ટી જોવા મળી છે. ઋષભ પંત 32 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 4 ફોર અને 3 સિક્સ જોવા મળી હતી.
6/6
Share
ચેન્નાઈને દિલ્હી દ્વારા 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જ્યાં સુધી માહી ક્રીઝ પર આવ્યો, ત્યાં સુધીમાં મામલો લગભગ સમાપ્ત થઈ ગયો હતો. ધોનીએ મેદાન પર આવીને પોતાની જૂની સ્ટાઈલ દેખાડી અને તબાહી મચાવી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી.



Click it and Unblock the Notifications