Home / Photos
ભારતમાં પ્રખ્યાત મહાકાળી દેવીના મંદિરો, જુઓ Photos
મહાકાલી દેવી શક્તિનુ સૌથી શક્તિશાળી સ્વરૂપ છે. સમગ્ર ભારતમાં હિન્દુઓ દ્વારા મા કાલીની પૂજા કરવામાં આવે છે. અહીં ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત કાલી મંદિરો છે જેની તમારે મુલાકાત લેવી જ જોઈએ. જુઓ Photos...
1/6
Share
મહાકાળી મંદિર, પાવાગઢ
ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાથી 7 કિમી દૂર આહલાદક પર્વતના છેલ્લા શિખર પર જગત જનની મા કાલિકાનુ મંદિર છે. જ્યાં કાલિકાની દક્ષિણમુખી પ્રતિમા સ્થાપિત છે. આ મંદિર 1525 ફૂટની ઉંચાઈ પર આવેલુ છે. કાલિકા માની આ મૂર્તિને પાવાગઢ શક્તિપીઠ કહેવામાં આવે છે.
2/6
Share
કૃપામયી કાલી મંદિર કોલકાતા
કૃપામયી કાલી મંદિર કોલકાતા નજીક હુગલી નદીના પૂર્વ કિનારે આવેલુ એક હિન્દુ મંદિર છે. મંદિરના દેવતા કૃપામયી છે જે કાલીનુ સ્વરૂપ છે.
મંદિરનું નિર્માણ જયરામ મિત્રા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જે 1848માં પ્રખ્યાત જમીનદાર અને કાલી ભક્ત હતા. તે કાલીના ધર્મપત્ની શિવને સમર્પિત બાર મંદિરો સાથેનુ નવ-ચક્રવાળુ વિશાળ મંદિર છે.
3/6
Share
કાલકા દેવી મંદિર, નવી દિલ્લી
કાલકા દેવી મંદિર, કાલકાજીમાં આવેલુ આ ભારતમાં મહાકાળીના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનુ એક છે. માત્ર ભારતમાંથી જ નહિ પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાંથી ભક્તો મહાકાળીના આશીર્વાદ લેવા માટે આ મંદિરની મુલાકાત લે છે.
એવુ માનવામાં આવે છે કે દેવી તેમના ભક્તોની શુદ્ધ હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે મંદિરમાં પ્રાર્થના કરતા ભક્તોની ઇચ્છાઓને પૂર્ણ કરે છે.
4/6
Share
ચામુંડા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલુ ચામુંડા દેવી મંદિર ચામુંડા દેવીને સમર્પિત છે જે લાલ સાડીમાં દર્શાવવામાં આવ્યા છે. 'ચંદ' અને 'મુંડ' રાક્ષસોનો વધ કરવા માટે દેવીને ચામુંડા તરીકે પૂજવામાં આવે છે. મંદિરમાં મુખ્ય મૂર્તિ મુખ્ય પ્રવેશદ્વારથી દેખાય છે અને તેની બાજુઓ પર ભગવાન ભૈરવ અને ભગવાન હનુમાનની છબીઓ દ્વારા મંદિરની રક્ષા કરવામાં આવે છે.
5/6
Share
દક્ષિણેશ્વર કાલી મંદિર, કોલકત્તા
દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા નજીક દક્ષિણેશ્વરમાં આવેલું એક હિન્દુ મંદિર છે જે 1855માં કાલી ભક્ત રાણી રશ્મોની દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. મંદિરમાં મુખ્ય દેવતા કાલીનુ એક પાસુ છે ભવતારિણી, જેનો અર્થ છે 'તેના ભક્તોને અસ્તિત્વના મહાસાગરમાંથી મુક્ત કરનાર.' ભારતના તમામ ભાગોમાંથી ભક્તો મહાકાળીના આશીર્વાદ મેળવવા માટે આ મંદિરની મુલાકાત લે છે.
6/6
Share
કાલીઘાટ મંદિર, કોલકત્તા
કાલીઘાટ કાલી મંદિર પશ્ચિમ બંગાળમાં સ્થિત ભારતના સૌથી પ્રસિદ્ધ કાલી મંદિરોમાંનું એક છે.
કલકત્તા નામ કાલીઘાટ શબ્દ પરથી પડ્યુ હોવાનુ કહેવાય છે. આ મંદિર આદિ ગંગા નામની નાની નહેરના કિનારે છે જે હુગલી નદીનો મૂળ માર્ગ હતો. અહીં, દેવી કાલિની પૂજા ચૌરંગા ગિરી નામના દશનામી સાધુ દ્વારા કરવામાં આવે છે. કોલકત્તાના ચૌરંગી વિસ્તારને તેમના નામ પરથી નામ આપવામાં આવ્યુ હોવાનુ કહેવાય છે.



Click it and Unblock the Notifications