Home / Photos
Photos: અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી
અમદાવાદમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જુઓ ફોટો...
1/13
Share
અમદાવાદમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
2/13
Share
અમદાવાદમાં બોપલ, એસજી હાઈવે, સરખેજ, પ્રહલાદનગર, પકવાન રામદેવનગર, થલતેજ, ગોતા, પાલડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
3/13
Share
અમદાવાદમાં 2 ઈંચ વરસાદમાં શહેર પાણી-પાણી થઈ ગયુ હતુ.
4/13
Share
બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
5/13
Share
સાંજના સમયે વરસાદ તોફાની બેટિંગ કરતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
6/13
Share
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ભારે વરસાદની આગાહી છે.
7/13
Share
48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્રણ જિલ્લાઓ ભાવનગર, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
8/13
Share
ઘણા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘરવખરીને પણ નુકશાન થયુ છે.
9/13
Share
પૂર્વના વિસ્તારો જેવા કે નારોલ, વટવા, ઈસનપુર, ઘોડાસર, જસોદાનગર, રામોલ, સીટીએમ, ખોખરા, મહેમદાવાદ, હાટકેશ્વર, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પાણી ભરાઈ ગયા હતા.



Click it and Unblock the Notifications