Home / Photos
'પુષ્પા 2: ધ રુલ' સાથે આ 4 મોસ્ટ અવેટેડ ફિલ્મો પણ બૉક્સ ઑફિસ પર મચાવશે ધૂમ
સાઉથના સ્ટાઈલિશ સુપર સ્ટાર અલ્લૂ અર્જુનની સૌથી ચર્ચિત ફિલ્મ પુષ્પા 2 ધ રુલની સહુ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ફિલ્મના પહેલા ભાગની અપાર સફળતા બાદ લોકો બીજા ભાગ માટે આતુર છે. આ સાથે બીજી 4 ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે.
1/5
Share
'પુષ્પા 2 ધ રુલ' એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનુ નિર્માણ નવીન યેરનેની અને યાલામંચીલી રવિશંકર દ્વારા તેમના માઈથ્રી મૂવી મેકર્સ બેનર હેઠળ કર્યુ છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં છે. આ સાથે ફહદ ફાસીલ, રશ્મિકા મંદાના, ધનંજય, રાવ રમેશ, સુનીલ અને અનસૂયા ભારદ્વાજ જોડાયા છે. તે પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
2/5
Share
ભૂલ ભૂલૈયા 3: આ ફિલ્મ દ્વારા કાર્તિક આર્યન ફરી એકવાર ધૂમ મચાવશે. આ ફિલ્મના પહેલા ભાગમાં અક્ષય કુમારની જગ્યા બીજા ભાગમાં કાર્તિક આર્યને લીધી હતી.હવે કાર્તિક ત્રીજા ભાગમાં જોવા મળવાનો છે, જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.
3/5
Share
વૉર 2: ઋતિક રોશનની ફિલ્મ 'વૉર'બૉક્સ ઑફિસ પર હિટ થઈ ગઈ હતી અને લોકોને આ ફિલ્મની વાર્તા પણ પસંદ આવી હતી. ફિલ્મના બીજા ભાગ 'વૉર 2'માં ઋતિક રોશનની સાથે જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.
4/5
Share
સિંઘમ અગેનઃ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને રોહિત શેટ્ટી પિક્ચર્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, જિયો સ્ટુડિયો, દેવગન ફિલ્મ્સ અને સિનર્જી દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આગામી એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, જેકી શ્રોફ, અર્જુન કપૂર, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સિદ્ધાર્થ જાધવ અને આશુતોષ રાણા છે. તે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સનો પાંચમો ભાગ છે અને સિંઘમ રિટર્ન્સ (2014)ની સિક્વલ છે. આ ફિલ્મ આ વર્ષે 16મી ઓગસ્ટે રીલિઝ થઈ રહી છે.
5/5
Share
હેરાફેરી 3: નીરજ વોરા દ્વારા નિર્દેશિત અને ફિરોઝ નડિયાદવાલાએ નિર્મિત કોમેડી ફિલ્મ છે. તે 2006ની ફિલ્મ ફિર હેરા ફેરીની સિક્વલ અને હેરા ફેરી ફિલ્મ સિરીઝનો ત્રીજો ભાગ છે. 18 વર્ષથી લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.



Click it and Unblock the Notifications