Home / Photos
રવિન્દ્ર જાડેજાના પારિવારિક વિખવાદ વચ્ચે વાયરલ થયા પત્ની રિવાબા સાથે તેમના હેપ્પી ફેમિલીવાળા ફોટા
Rivaba Jadeja and Ravindra Jadeja: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જેનુ કારણ છે તેમનું પારિવારિક વાતાવરણ. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના પુત્ર અને પુત્રવધુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમને રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજા સાથે કોઈ સંબંધ નથી. બંને એક જ શહેરમાં અલગ અલગ ઘરમાં રહે છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેમની વહુ રીવાબા માત્ર પૈસા-પૈસા કરે છે.
1/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
પારિવારિક વિખવાદ વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજાના ફેમિલી ફોટો વાયરલ થઈ રહ્યા છે. રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને જામનગરના ધારાસભ્ય છે.
2/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કરીને પિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 'દૈનિક ભાસ્કર'ને આપેલા ઈન્ટરવ્યુને વાહિયાત અને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો છે.
3/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
રવીન્દ્ર જાડેજાએ કહ્યું છે કે, 'આ બધુ મારી અને મારી પત્નીની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ છે, મારે પણ ઘણું કહેવું છે, પરંતુ જ્યાં સુધી હું ચૂપ રહીશ ત્યાં સુધી બધું સારું છે...'
4/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, 'મેં પાંચ વર્ષથી મારી પૌત્રીનો ચહેરો જોયો નથી. અમે એક જ શહેરમાં અલગ રહીએ છીએ. પરિવારમાં કોઈની સાથે સંબંધ નથી, માત્ર નફરત છે. જો મેં તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત, મેં તેને રીવાબા સાથે ન પરણાવ્યો હોત તો સારું થાત.'
5/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું છે કે, 'રવીન્દ્રના લગ્નના ત્રણ-ચાર મહિના પછી ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા હતા. તેણે મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો છે અને પરિવારને તોડી નાખ્યો છે.
6/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
જો કે રિવાબા જાડેજાએ હજુ સુધી તેમના પર લાગેલા આરોપો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમનો પણ પક્ષ જાણવા માંગે છે.
7/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાના ટ્રેન્ડની સાથે લોકો તેમના પરિવારની તસવીરો પણ શેર કરી રહ્યા છે. ઘણાએ કહ્યું છે કે આ રાજકીય એજન્ડાના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું જણાય છે.
8/8
Photo Credit: Instagram (Ravindra Jadeja and Rivaba Jadeja)
Share
સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાના પિતાના આરોપો સામે આવતાની સાથે જ ક્રિકેટરના ચાહકો તેના બચાવમાં આવ્યા હતા. ઘણા ચાહકોએ રવિન્દ્ર જાડેજા અને રીવાબાની તસવીરો શેર કરી છે અને કહ્યું છે કે તેમનો પરિવાર સારો છે.

Click it and Unblock the Notifications