• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

જીવનચરિત્ર

અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણના એક લોકપ્રિય રાજનેતા અને લોકપ્રિય સામાજીક કાર્યકર્તા છે. તેમનો જન્મ હરિયાણાના એક સુદૂરવર્તી ગામમાં થયો હતો. બાળપણમાં તેઓ એક ઉજ્જવળ વિદ્યાર્થી તરીકે તેમણે પહેલા જ પ્રયત્ને પરીક્ષા પાસ કરી અને પશ્ચિમ બંગાળમાં આઈઆઈટી ખડગપુરમાં એડમિશન મેળવ્યુ અને તેમણે મિકેનિકલ ઈન્જીનિયરિંગ પસંદ કર્યુ. પોતાની ડિગ્રી પૂરીં કર્યા બાદ તેમણે ટાટા સ્ટીલમાં નોકરી મેળવી, જો કે જલ્દી જ દિલની વાત માનતા તેમણે સિવિલ સર્વિસિની તૈયારી કરવા માટે નોકરી છોડી દીધી. તેમને બે મહિના સુધી મધર ટેરેસા સાથે તેમના કાલીઘાટ આશ્રમમાં કામ કરવાની તક મળી. તેમણે 1993માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં શામેલ થઈ ગયા. 1995માં તેમણે પોતાની 1993ની આઈઆરએસ બેચની સુનિતા સાથે લગ્ન કરી લીધા.

તેઓ સામાજીક ક્ષેત્રે ત્યારે દેખાવા લાગ્યા જ્યારે તેમણે 1999માં નકલી રેશનિંગ કાર્ડ ગોટાળાને ઉજાગર કરવા માટે અને સામાજીક કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 2006માં પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધુ અને પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી.

તેમનું સામાજીક જીવન ત્યારે ખીલી ઉઠ્યુ જ્યારે તેમણે 1999માં પરિવર્તન નામક એક આંદોલનની શરૂઆત કરી. કેજરીવાલની લોકપ્રિયતા 2010માં વધી જ્યારે 2010માં લોકપાલ બિલને પાસ કરાવવા માટે તેમણે પ્રચાર કરતા પ્રમુખ સામાજીક કાર્યકર્તા અન્ના હજારે સાથે ખુદને જોડી દીધા. અન્ના હજારે સાથે તેમના મતભેદો લોકપ્રિય બન્યા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકપ્રિય ભારતનું રાજનીતિકરણ કરવું કે નહિં તે સંબંધમાં તેમણે આમ આમદી પાર્ટી(આપ)નામની પોતાની રાજનૈતિક પાર્ટીની સ્થાપના કરી અને 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી અને તેમની પાર્ટીએ 70માંથી 28 સીટો જીતી. કોંગ્રેસ સાથે સમર્થન કરી તેમણે સરકાર બનાવી અને દિલ્હીના મુખ્યમંત્રીના શપથ લીધા. જો કે તેમણે માત્ર 49 દિવસોમાં તેમણે જન લોકપાલની તાલિકામાં વિફળતાનો હવાલો આપતા રાજીનામું આપી દીધુ.

દિલ્હીમાં વર્તમાનમાં પ્રચલિત શાસન સાથે તેમણે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્રમોદીની વિરુદ્ધ વારાણસી મત વિસ્તારથી 16મી લોકસભા ચૂંટણી લડી અને તેમાં તેઓ હારી ગયા. તેમની પાર્ટીને 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી અને 70 સીટોમાંથી 67 સીટો પર જીત હાંસલ કરી અને તેમણે ફરી દિલ્હીના 7માં મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યભાળ સંભાળ્યો.

પોતાના અદ્વિતિય રાજનૈતિક વિચારો અને સાર્વજનિક સેવા માટે ઉત્સાહ સાથે કેજરીવાલ ભારતીય રાજકારણમાં પોતાનું કદ વધારતા ગયા.

અંગત જીવન

આખું નામ અરવિંદ કેજરીવાલ
જન્મતારીખ 16 Aug 1968 (ઉમર 53)
જન્મસ્થળ સિવાની, ભિવાની જિલ્લો, હરિયાણા, ભારત
પાર્ટીનું નામ Aam Aadmi Party
ભણતર Graduate Professional
વ્યવસાય કાર્યકર્તા, રાજનેતા
પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ
માતાનું નામ ગીતા દેવી
જીવનસાથીનું નામ સુનિતા કેજરીવાલ
જીવનસાથીનો વ્યવસાય આઈઆરએસ ઓફિસર
સંતાન 1 પુત્ર 1 પુત્રી

સંપર્ક

કાયમી સરનામુ 87 બ્લોક ,બી.કે.દત્ત કોલોની નવી દિલ્હી -110001
હાલનું સરનામું બંગલો નં. 6, ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઈન્સ, દિલ્હી.(મો)9911576726)
સંપર્ક નંબર 9911576726
ઈમેલ parivartanindia@gmail.com
વેબસાઈટ http://aamaadmiparty.org/
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

અરવિંદ કેજરીવાલ સાદગીમાં વિશ્વાસ ધરાવે છે અને શાકાહારી છે. અધ્યયનશીલ હોવાની સાથે તેઓ બોલીવુડ અભિનેતા આમિર ખાનના પ્રશંસક છે. તેમને કોમેડિ ફિલ્મો જોવી ગમે છે. તેમને પોતાનું દરેક કામ જાતે કરવું ગમે છે. ઉપરાંત પોતાના કાર્યસ્થળે પટ્ટાવાળાની સેવાનો ઉપયોગ કરવાનો અસ્વિકાર કર્યો અને જાતે પોતાનું ડેસ્ક સાફ કર્યુ. કેજરીવાલ પોતાના બાળકોના જન્મદિવસ ઉજવતા નથી.

રાજકીય સમયરેખા

 • 2015
  તેમને 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત માટે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કર્યુ અને 14 ફેબ્રુઆરી 2015ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
 • 2014
  તેમણે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાણસી મત વિસ્તારથી 16મી લોકસભા ચૂંટણી લડી અને લગભગ 370,000 મતોના અંતરથી તેઓ હારી ગયા.
 • 2013
  કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીએ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની ચૂંટણીની શરૂઆત કરી. જ્યાં તેમણે 70 સીટોમાંથી 28 સીટો જીતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉપસી આવી. સમગ્ર જનબહુમત ન મળતા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે સમર્થન કરી અલ્પસંખ્યક સરકાર બનાવી. અરવિંદ કેજરીવાલે 28 ડિસેમ્બર, 2013ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ફેબ્રુઆરી 2014માં કેજરીવાલે આ પદથી રાજીનામુ આપી દીધુ. આ સમયે આ પાર્ટી 49 દિવસ સુધી સત્તામાં રહી.
 • 2012
  અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની શરૂઆત કરી. આ એક ભારતીય રાજનૈતિક પાર્ટી છે, જેને ઔપચારિક રૂપે 26 નવેમ્બર 2012માં લોન્ચ કરવામાં આવી હતી. તે 2011 બાદ એક જન લોકપાલ બિલની માંગ કરી રહેલા લોકપ્રિય ઈન્ડિયા અગેન્સ કરપ્શન આંદોલનનું રાજનીતિકરણ કરવા કે ન કરવાના સંબંધમાં અરવિદં કેજરીવાલ અને અન્ના હજારે વચ્ચે મતભેદો બાદ અસ્તિત્વમાં આવી હતી. હજારે ઈચ્છતા હતા કે, આંદોલનને રાજનૈતિક રૂપથી દૂર રહેવું જોઈએ. જ્યારે કેજરીવાલને આંદોલનની વિફળતાને કારણે પ્રત્યક્ષ રાજનૈતિક ભાગીદારીની જરૂર હતી.

અગાઉનો ઇતિહાસ

 • 2012
  તેમણે સ્વરાજ નામક એક પુસ્તક પ્રકાશિત કર્યુ, જેમાં ભ્રષ્ટાચાર અને ભારતીય લોકતંત્રની સ્થિતિ પર તેમના વિચારો વર્ણવ્યા છે.
 • 2006
  તેમણે ટેક્સ વિભાગના જોઈન્ટ કમિશ્નર તરીકે પોતાની નોકરીથી રાજીનામું આપી દીધુ અને પુરસ્કાર રાશિની સાથે એક કોષ બનાવ્યો અને 'પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશન' નામની એક એનજીઓની સ્થાપના કરી.
 • 1999
  કેજરીવાલને વિજળી, ટેક્સ અને ખાદ્ય રાશન સાથે જોડાયેલા મામલામાં નાગરિકોની મદદ કરવાના ઉદેશ્યથી એક એનજીઓ પરિવર્તનની શરૂઆત કરી.
 • 1995
  તેમણે 1993ની બેચની આઈઆરએસ અધિકારી સુનિતા સાતે લગ્ન કર્યા.
 • 1993
  તેમણે સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં શામેલ થઈ ગયા.
 • 1989
  અરવિંદ કેજરીવાલ 1989માં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ખાનપુરથી મિકેનિકલ ઈન્જીનિયરિંગમાં સ્નાતક થયા.
કુલ સંપત્તિ1.69 CRORE
સંપત્તિ2.1 CRORE
જવાબદારીઓ41 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

આલ્બમ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X