અમદાવાદમાં ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો ‘સમાજ ગૌરવ એવોર્ડ 2026’; સોનુ સૂદની 43 ચેન્જમેકર્સનું સન્માન

અમદાવાદ: સમાજ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સામાજિક સેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવાના હેતુથી રફ્તાર હેડલાઇન ન્યૂઝ દ્વારા આયોજિત 'સમાજ ગૌરવ એવોર્ડ 2026' નો ભવ્ય સમારોહ અમદાવાદના ધ ફોરમ, શેલા-બોપલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, શિક્ષણવિદો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જાણીતા અભિનેતા અને સમાજસેવક સોનુ સૂદ ઉપસ્થિત રહ્યા હતા.

Sonu Sood

તેમણે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે, "સાચી સફળતા એ છે જે સમાજના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે. આવા સન્માનો નિઃસ્વાર્થ ભાવથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપતા લોકો માટે પ્રેરણારૂપ છે."

આ પ્રસંગે વિશિષ્ટ અતિથિ તરીકે અમદાવાદ વિભાગના DRM. શ્રી વેદ પ્રકાશ, શ્રી અપૂર્વ ગોયંકા (ગોયંકા હોસ્પિટલ) તથા આઈએએસ અધિકારી અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સન્માનિત મહાનુભાવોના કાર્યોની પ્રશંસા કરી અને સમાજમાં ઉત્તમતા તથા સામાજિક જવાબદારીની ભાવનાને આગળ વધારવાનો સંદેશ આપ્યો.

સમારોહ દરમિયાન કુલ 43 પ્રતિભાશાળી વ્યક્તિઓ અને સંસ્થાઓને 'સમાજ ગૌરવ એવોર્ડ 2026' થી નવાજવામાં આવ્યા હતા. ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવા, સંસ્કૃતિ, કલા, રિયલ એસ્ટેટ, મીડિયા અને વ્યવસાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.

રફ્તાર હેડલાઇન ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ગોયલે જણાવ્યું હતું કે, "સમાજ ગૌરવ એવોર્ડ માત્ર એક સન્માન સમારોહ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારાઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પ્રયાસ છે. અમારો હેતુ એવા ચેન્જમેકર્સને મંચ આપવાનો છે, જેમની સિદ્ધિઓ આવનારી પેઢીને પ્રેરણા આપે."

અયોધ્યા ગ્રુપના સમીર શુક્લા અને હિમાંશુ અગ્રવાલે જણાવ્યું હતું કે, "આ મંચ માત્ર ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વ્યક્તિઓને સન્માનિત કરતો નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તનની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે. આ પ્રતિષ્ઠિત પહેલનો ભાગ બનવું અમારા માટે ગૌરવની વાત છે."

ઈશા રિયલ એસ્ટેટ ડેવલપર્સના ચેરમેન મહેશ કુશવાહાએ જણાવ્યું હતું કે, "સમાજ ગૌરવ એવોર્ડ એવા અસાધારણ વ્યક્તિત્વોને ઓળખ આપવાનો સશક્ત માધ્યમ છે, જેમણે પોતાના કાર્યોથી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણયોગદાન આપ્યું છે. આવા કાર્યક્રમો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બને છે."

આ પ્રસંગે અપૂર્વ ગોયંકાએ સમાજહિતમાં કાર્યરત લોકોના સન્માન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા તથા સારાંશ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા વિવિધ સામાજિક કાર્યો વિશે માહિતી આપી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ જગતના આગેવાનો, શિક્ષણવિદો, આરોગ્ય નિષ્ણાતો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને કોર્પોરેટ લીડર્સની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો.

'સમાજ ગૌરવ એવોર્ડ 2026' એ ફરી એકવાર સાબિત કર્યું કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર વ્યક્તિઓનું સન્માન માત્ર તેમની સિદ્ધિઓની ઉજવણી નથી, પરંતુ આવનારી પેઢીઓને સેવા, નેતૃત્વ અને ઉત્તમતા તરફ પ્રેરિત કરવાનો એક શક્તિશાળી પ્રયાસ છે

સમાજ ગૌરવ પુરસ્કાર 2026 ના વિજેતાઓ

વર્ષ 2026 ના પ્રતિષ્ઠિત સમાજ ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની યાદી આ મુજબ છે. ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે શ્રીમતી ડિમ્પલ ગોયંકાને 'મહિલા ઉદ્યોગસાહસિક ઉત્કૃષ્ટતા પુરસ્કાર' અને દીક્ષા અગ્રવાલને 'મહિલા વ્યવસાયિક નેતૃત્વ પુરસ્કાર' એનાયત થયો છે. આજીવન સેવાઓની શ્રેણીમાં શ્રી એચ. પી. ગુપ્તાને 'આજીવન સામાજિક સેવા અને વ્યવસાયિક ઉત્કૃષ્ટતા પુરસ્કાર', શ્રી દિનેશ જગનાનીને 'ઔદ્યોગિક નેતૃત્વમાં આજીવન ઉત્કૃષ્ટતા પુરસ્કાર' તેમજ શ્રી શરદ અગ્રવાલને 'આજીવન સામાજિક સેવા સિદ્ધિ પુરસ્કાર'થી નવાજવામાં આવ્યા છે.

સામાજિક અને સામુદાયિક નેતૃત્વ માટે શ્રી દિનેશ સિંહ કુશવાહ (સામુદાયિક નેતૃત્વ અને સામાજિક પ્રભાવ પુરસ્કાર), શ્રી પી. આર. કંકારિયા (સામાજિક પ્રભાવ અને સામુદાયિક નેતૃત્વ પુરસ્કાર), શ્રી ગોપીરામ ગુપ્તા (સામુદાયિક સેવા ઉત્કૃષ્ટતા પુરસ્કાર), શ્રી કિશનદાસ અગ્રવાલ (સામાજિક નેતૃત્વ ઉત્કૃષ્ટતા પુરસ્કાર) અને શ્રી અતુલ મિશ્રા (સામાજિક અને સામુદાયિક વિકાસ પરિવર્તનકારી પુરસ્કાર) ને સન્માનિત કરાયા છે. આ જ શ્રેણીમાં આગળ વધતા શ્રી તેજેન્દ્ર સિંહ ચૌહાણને સામુદાયિક વિકાસ અને સામાજિક પ્રભાવ માટે, શ્રી રાજકુમાર ભક્કરને સામાજિક જવાબદારી અને સામુદાયિક સેવા માટે, શ્રીમતી ઉષા અગ્રવાલને સામાજિક પ્રભાવ અને સામુદાયિક વિકાસ માટે તેમજ શ્રી નિકુલ સિંહ તોમરને જનસેવા અને સામાજિક પ્રભાવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

શિક્ષણ, સંસ્કૃતિ અને સામાજિક સુધારાના ક્ષેત્રમાં શ્રી શીતલ સુલ્તાનિયાને 'શિક્ષણ અને સામાજિક પ્રભાવમાં વિશિષ્ટ નેતૃત્વ પુરસ્કાર', શ્રી મહેન્દ્ર યાદવને 'શિક્ષણ ઉત્કૃષ્ટતા પુરસ્કાર', કુમારી દિયા સમીર શુક્લાને 'યુવા સાંસ્કૃતિક આઇકોન પુરસ્કાર', શ્રી મનોજ મૌર્ય (મન્ન કુમાર)ને 'ઉત્કૃષ્ટ સામાજિક પરિવર્તનકાર પુરસ્કાર' અને શ્રીમતી ડિમ્પલ શાહને 'નશામુક્ત ભારત મિશન ઉત્કૃષ્ટતા પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. વળી, શ્રી અમનદીપ સિંહ ગોત્રાને 'વૈશ્વિક મહિલા સુરક્ષા અને આત્મરક્ષા નેતૃત્વ પુરસ્કાર' અને શ્રી વિનોદ અગ્રવાલને દેશદાઝ માટે 'રાષ્ટ્રીય સેવા સન્માન' અર્પણ કરવામાં આવ્યું છે.

તબીબી અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ડૉ. હસમુખ અગ્રવાલને આરોગ્ય સેવા ઉત્કૃષ્ટતા પુરસ્કાર, ડૉ. તેજેન્દ્રસિંહ રાજપૂતને ન્યુરો હેલ્થકેર ઉત્કૃષ્ટતા પુરસ્કાર, ડૉ. શ્રદ્ધા રાજપૂતને મહિલા અને બાળ કલ્યાણ ઉત્કૃષ્ટતા પુરસ્કાર, ડૉ. રાજેશ કે. દાવરાણીને અસ્થિરોગ ઉત્કૃષ્ટતા અને આરોગ્ય નવીનતા પુરસ્કાર તેમજ ડૉ. મિતુલ પટેલને જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને અસ્થિરોગ ઉત્કૃષ્ટતા પુરસ્કાર આપવામાં આવ્યો છે.

વિવિધ વિશેષ વ્યવસાયો અને કળાઓમાં પોતાનું નામ રોશન કરનાર મહાનુભાવોમાં શ્રી હર્ષદ મિસ્ત્રી (ઉત્કૃષ્ટતાના શિલ્પકાર), શ્રી અરુણ અગ્રવાલ (પ્રેરણાદાયક નેતૃત્વ પુરસ્કાર), શ્રી જીતુભાઈ માલવીયા (ફિટનેસ ઉત્કૃષ્ટતા પુરસ્કાર), શ્રી કૈલાશ કાબરા (જ્વેલરી રિટેલ અગ્રદૂત અને ઉદ્યોગ ઉત્કૃષ્ટતા પુરસ્કાર) અને શ્રી નિર્ણય કપૂર (પત્રકારિતા ઉત્કૃષ્ટતા પુરસ્કાર) નો સમાવેશ થાય છે. મનોરંજન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે શ્રી અજય કે. આર. ને રિયલ એસ્ટેટ અને ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી સિદ્ધિ પુરસ્કાર, શ્રી રાજેન્દ્ર સિંહ રાઠોડને ફિલ્મ નિર્માણ ઉત્કૃષ્ટતા પુરસ્કાર, ડૉ. કેતન શેઠને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં પરિવર્તનકારી નેતૃત્વ પુરસ્કાર તેમજ શ્રી નિશુરાજ ગુપ્તાને રિયલ્ટી ઉત્કૃષ્ટતા પુરસ્કાર મળ્યો છે.

અંતમાં, મીડિયા, પર્યાવરણ અને વ્યાપાર ક્ષેત્રે શ્રી શૈલેશ તિબ્રેવાલ (મોની) ને આતિથ્ય ક્ષેત્રમાં વ્યવસાયિક ઉત્કૃષ્ટતા, શ્રી સુનીલ સી. બોહરાને પર્યાવરણીય સ્થિરતા ઉત્કૃષ્ટતા, શ્રી બરુણ અગ્રવાલને નાણાકીય ઉત્કૃષ્ટતા અને નેતૃત્વ, શ્રી સંજય જે. રાવલને આઉટડોર મીડિયા અને જાહેરાત નેતૃત્વ ઉત્કૃષ્ટતા, શ્રી પ્રવીણચરણ ધવારીને વ્યવસાય અને ઉદ્યોગ ઉત્કૃષ્ટતા હેઠળ સામાજિક પ્રભાવ સહિત વ્યવસાયિક ઉત્કૃષ્ટતા, શ્રી ભુપેશભાઈ પ્રજાપતિને સામુદાયિક અને પર્યાવરણીય વિકાસ ઉત્કૃષ્ટતા, શ્રી રાહુલ તિવારીને વેચાણ નેતૃત્વ ઉત્કૃષ્ટતા અને શ્રી રાહુલ અગ્રવાલને વસ્ત્ર ઉદ્યોગ અને સામાજિક નેતૃત્વ ઉત્કૃષ્ટતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X