For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાત્રીમાં સાબુદાણાને મોરૈયો ખાઇ કંટાળી ગયા છો તો આ ટ્રાય કરો

|
Google Oneindia Gujarati News

આજની મહાશિવરાત્રી છે ખાસ કારણ કે આજે શિવજીની મહાશિવરાત્રી અને સોમવાર બન્ને એક સાથે છે. ત્યારે દર વર્ષની જેમ તમે આજે પણ મહાશિવરાત્રીનું વ્રત કર્યું જ હશે. અને તમે એ મીઠી મુંઝવણમાં પણ હશો કે સાબુદાણાની ખિચડી અને વધારેલો કે સાદો મોરૈયા બનાવવા સિવાય તેવું શું બનાવું જે અલગ હોળ, સરળ હોય અને વ્રતના ભોજનમાં નવીનતા પણ આપે.

તે વાત તો સાચી છે કે જે લોકો અગિયારસ, સોમવાર તેવા વાર કરતા હોય તેમને અઠવાડિયામાં એક વાર તો સાબુદાણાની ખીચડી કે મૌરૈયા ખાવો જ પડે છે. અને ધણીવાર વ્રતમાં એક જ જેવી વસ્તુઓ ખાઇને કંટાળો તો આવે જ છે. તો આ શિવરાત્રી જો તમે કંઇક નવીન રેસિપી એટલે કે વાનગી ટ્રાય કરવા ઇચ્છતા હોવ તો અમારી પાસે કેટલાક મસ્ત મસ્ત સજેશન છે તમારા માટે. તો વાંચો આ આર્ટીકલ અને આ મહાશિવરાત્રી પર બનાવો કંઇક અલગ....

સાબુદાણાના થેપલા

સાબુદાણાના થેપલા

સાબુદાણા અને બટાકા, ગાજરને મેસ કરી તેને થોડા રાજગરાના અટામણ સાથે વણી લો. બહુ મોટા નહીં વણાય નાની પુરી જેવું બનશે. અને હા લોટમાં મરચું, મીઠું, ખાંડને લીંબુ તમે તમારા ટેસ્ટ મુજબ નાંખી શકો છો. પછી તેને થેપેલાની જેમ તળી લો અને દહીં જોડે ખાવ.

દહીં ફ્રૂટ સલાડ

દહીં ફ્રૂટ સલાડ

વ્રતમાં આમ પણ આપણે ખૂબ જ ઓઇલી અને અનહેલ્થી ખાવાનું ખાતા હોઇએ છીએ. તો આ વખતે દહીં સાથે ફ્રૂટ સલાડ ટ્રાય કરો. તે થોડો ખટાશ પર રહેશે પણ ગરમીમાં તમને યુનિક ફ્રેશનેશ અને એનર્જી જરૂરથી આપશે.

દૂધીના કોફતા

દૂધીના કોફતા

દૂધી અને સાબુદાણાના કોફતા તે પણ શીંગ અને ટામેટાની ગ્રેવી સાથે કદી ટ્રાય કરી જોજો. યુનિક ટ્રેસ્ટ આવશે અને હેલ્થી પણ છે.

અરબીનું શાક

અરબીનું શાક

તમે કાચા કેળા અને આલુ કે દૂધીનું શાક તો અત્યાર સુધી વ્રતમાં ખાધુ હશે પણ કોઇ વાર બટાકાની રેસીપીની જેમ જ અરબીની સૂકું કે રસાવાળું શાક ટ્રાય કરી જોજો યમ્મી ટેસ્ટ આપશે.

સાબુદાણા ટામેટાનું શાક

સાબુદાણા ટામેટાનું શાક

તમે સેવ ટામેટા બનાવો છો બસ સેવના નાંખો તેના બદલે સાબુદાણાની વડી નાંખો.

દહીં પનીર

દહીં પનીર

રાજગરાની રોટલી સાથે દહીં પનીરની રેસિપી મસ્ટ ટ્રાય કરવા જેવી છે. દહીંની ગ્રેવી કે વધારેલું દહીં પનીર અને વટાણાનું આ શાક યમ્મી છે.

ફરાળી કઢાઇ પનીર

ફરાળી કઢાઇ પનીર

ફરાળી કઢાઇ પનીર. ટમાટાની ગ્રેવીમાં પનીરનું આ શાક બનાવો અને એન્જોય કરો.

સીંધી સાઇ ભાજી

સીંધી સાઇ ભાજી

મેથી, પાલક, ટામેટા અને બટાકાનુ આ ભાજી વાળું શાક ટેસ્ટી પણ છે અને હેલ્થી પણ. વળી વ્રતમાં ગેસ કરે તેવા ખાવા સાથે મેથીનું આ શાક આયુર્વેદની દ્રષ્ટ્રિએ પણ લાભકારી છે.

મસાલા પુલુસુ

મસાલા પુલુસુ

કાચા કેળા, નાળિયેરનું દૂધ અને મરચાની થોડી તીખાશ સાથે બનતું આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું રસાવાળું શાક ટ્રાય કરવા જેવું છે. વળી તે તમારી ભૂખ પણ ભાગશે.

બટાકાનો શીરો

બટાકાનો શીરો

જો તમે કદી પણ બટાકાનો કે શક્કરિયાનો દૂધ વાળો હલવો ના બનાવ્યો હોય તો એક વાર તો આ રેસીપી બનાવવી જ રહી છે કારણ કે તે ચટ્ટ દઇને મોઢામાં ઊતરી જાય છે.

મોરૈયાની રબડી

મોરૈયાની રબડી

તમે કદી મોરૈયાની રબડી ટ્રાય કરી છે સોજીની ખીર કે પાયસમ જેવી આ સ્વીડ ડ્રીશમાં ધીમાં શેકેલો થોડો મોરૈયો અને બહુ બધુ દૂધ અને ખાંડ અને ડ્રાયફ્રૂટ હોય છે. મોરૈયાની માત્રા તમે તમારી પસંદગી મુજબ વધારી કે ધટાડી શકો છો.

English summary
Fasting for Shivratri begins in less than 24 hours. As you get ready with the preparations of the Maha Shivratri puja, here is a collection of the special Shivratri vrat recipes which you can try on this occasion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X