Best Recipe: બાળકોને ચોક્કસ ભાવશે આ જેમ્સ સ્વિસ રોલ
[રેસિપી] મિત્રો અમે આપના માટે નવી લેખ શ્રેણી એટલે રેસિપી લઇને આવ્યા છીએ. જેમાં આપ અવનવી વાનગીઓ બનાવતા અત્રે શીખી શકશો અને આપના પરિવારને પણ ટેસ્ટ કરાવી શકશે.
આજકાલ બાળકોને બજારની ચીજ-વસ્તુઓ ખાવાની આદત પડી ગઇ છે. એવામાં દરેક માતા એવું વિચારે છે કે એવું શું બનાવવામાં આવે કે બાળકો કોઇ આનાકાની કર્યા વગર પ્રેમથી ખાઇ લે.
હવે આપે મૂંજાવાની જરૂર નથી આજના આ લેખમાં અમે આપને શીખવીશું જેમ સ્વિસ રોલ કેવી રીતે બનાવાવવું. આ એક પ્રકારનું સ્પોઝનો કેક હોય છે, જેને સેંટ્રલ યૂરોપમાં ઇજાત કરવામાં આવી હતી.
આ ગોળ-ગોળ જેમ રોલ આપના બાળકોને ખૂબ જ પસંદ આવશે. આવો આપને જણાવીએ કે આ જેમ સ્વિસ રોલને કેવી રીતે બનાવવામાં આવે છે.
કેટલા- 10 સ્લાઇસ
તૈયારીમાં સમય- 20 મિનિટ
પકવવામાં સમય- 10થી 12 મિનિટ
સામગ્રી-
ઇંડા-3
પાઉડર સાકર-1/2 કપ + 1.5 ટી સ્પૂન
મેદો- 1 કપ
વેનીલા એસેંસ- 2 ચમચી
ગરમ પાણી- 2 ટીસ્પૂન
મિક્સ ફ્રૂટ જેમ- જરૂરિયાત પ્રમાણે
આઇસિંગ શુગર અથવા પાઉડર શુગર- ભભરાવવા માટે
- સૌથી પહેલા ઓવનને 190 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરી લો.
- રોલ બનાવનાર પેન પર થોડુ તેલ લગાવીને બટર પેપર લગાવી લો અને તેની પર પણ થોડુ તેલ લગાવી તો.
- ત્યારબાદ એ પેપર પર થોડો મેદો નાખીને ફેલાવી દો અને બાકીના મેદાને પેનને પલટીને તેને કિનારા પર રાખી દો.
- હવે એક બાઉલમાં ઇંડુ લઇને બરાબર હલાવો. પછી તેમાં પાવડર શુગર નાખીને ફરીથી મિલાવો.
- ત્યારબાદ તેમાં વેનીના એસેંસ અને થોડું ગરમ પાણી નાખીને ચલાવો.
- પછી તેમાં મેદો છાનીને નાખો અને ત્યાં સુશી મિક્સ કરો જ્યાં સુધી મેદો ઇંડાની સાથે મિક્સ ના થઇ જાય.
- તૈયાર થયેલ લોટ વધારે પાતડુ પણ નહીં અને વધારે જાડું પણ ના હોવું જોઇએ.
- આ મેદાના તૈયાર થયેલા લોટને પેનમાં મૂકીને ફેલાવી દો.
- પછી તેને 10થી 12 મિનિટ સુધી બેક થવા દો.
- જ્યારે તે બેક થઇ જાય ત્યારે તેને નિકાળીને 2 મિનિટ સુધી ઠંડુ થવા માટે મૂકી રાખો.
- હવે ટેબલ પર એક અને બટર પેપર ફેલાઓ અને તેની પર મેદો ભભરાવો.
- આ પેપર પર બેક કરવામાં આવેલ મેદાવાળા રોલને રેનથી પલટાવો.
- પેપરને ધીરે ધીરે બહાર નિકાળો.
- હવે મેદાવાળા રોલ પર સિફતાઇપૂર્વક ચમચી વડે જેમ લગાવો.
- જ્યારે જેમ લાગી જાય ત્યારે તેને ધીરે ધીરે રોલ કરવાનું શરૂ કરી દો.
- જ્યારે રોલ થઇ જાય તો ઉપરથી આઇસિંગ શુગર ભભરાવો અને તેને સ્લાઇડમાં કાપી લો. અને સર્વ કરો.