For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમારે મને ડરાવવા માટે બંગલામાં ભૂત છોડી દીધા: તેજ પ્રતાપ

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રસાદ યાદવે તેમની મહાગઠબંધનની સરકાર પડી ગયા પછી 7 મહિના પછી સરકારી બંગલો તેમ કહીને ખાલી કર્યો કે તેમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ભૂત છોડ્યા છે મને ડરાવવા માટે.

|
Google Oneindia Gujarati News

પિતા લાલુ પ્રસાદ યાદવની જેમ જ વિવાદો સાથે જૂનો સંબંધ ધરાવતા તેજ પ્રતાપે પણ કંઇક તેવું કહ્યું કે લોકો પણ વિચારતા થઇ ગયા. રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને તાત્કાલિક સરકારમાં પૂર્વ સ્વાસ્થ મંત્રી તેજ પ્રતાપ યાદવે મહા ગઠબંધનની સરકાર પડ્યા પછી લગભગ સાત મહિના બાદ તેમનો બંગલો ખાલી કર્યો હતો. અને બંગલો ખાલી કરવા પાછળ તેમણે અજીબ તર્ક પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમના બંગલામાં ભૂત છે. જેના કારણે તે આ બંગલો છોડીને જઇ રહ્યા છે. વધુમાં ભૂત માટે તેમણે મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો. પૂર્વ સ્વાસ્થય મંત્રી તેવા તેજ પ્રતાપે કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ મને ડરાવવા માટે અને હેરાન કરવા માટે બંગલામાં ભૂત છોડી દીધા છે.

tej pratap yadav

તેજ પ્રતાપ યાદવે આ વાત પત્રકારો સમક્ષ કરતા કહ્યું કે મેં તે કોઠી એટલા માટે છોડવાનો નિર્ણય લીધો છે કારણ કે નીતિશ અને ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમારે તેમાં ભૂત છોડી દીધા ચે. અને તે ભૂત મને હેરાન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાની સરકારમાં તેમને સ્વાસ્થ મંત્રી બનાવવામાં આવ્યા હોવાના કારણે તેમને પટનામાં 3 દેશરત્ન માર્ગ પર બંગલો ફાળવવામાં આવ્યો હતો. હવે તે સરકારના મંત્રી નથી રહ્યા માટે તેમણે સાત મહિના પછી તે બંગલો આવું અજીબ કારણ આપીને ખાલી કર્યો છે. તેજ પ્રતાપને નજીકથી જાણતા લોકો તે વાત સારી રીતે સમજે છે કે તેજ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે.

નોંધનીય છે કે આ બંગલો ખાલી કરવા માટે તેજ પ્રતાપને બીજી વાર નોટિસ આપવામાં આવી હતી. જે પછી તેમણે આ બંગલો ખાલી કર્યો હતો. વધુમાં શરૂઆતમાં બંગલો ફાળવતી વખતે આ બંગલો બીજા મંત્રીને આપવામાં આવ્યો હતો પણ તેજ પ્રતાપે આ જ બંગલો પર પસંદગી ઉતારી રહેવાનું શરૂ કર્યું હતું. તેજ પ્રતાપના એક નજીકના સગાએ તો ત્યાં સુધી કહ્યું કે ગત વર્ષે જ જૂન મહિનામાં તેજ પ્રતાપે તેમના આવસ પર દુશ્મન મારન જાપ પર કરાવ્યો હતો. ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા તેમના પરિવાર વિરુદ્ધ ભષ્ટ્રાચાર મામલે આરોપોની તપાસ થઇ રહી હતી. વધુમાં તેજ પ્રતાપે પંડિતોની સલાહ માનીને પોતાના આ બંગવાની દક્ષિણ દિશામાં ખુલી રહેલા દરવાજાને બંધ પણ કરાવ્યો હતો. ત્યાં જ બીજી તરફ જેડીયૂએ તેજપ્રતાપના આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. સાથે જ નિર્માણ મંત્રી રામેશ્વર હજારીએ કહ્યું કે તેજ પ્રતાપે તેમના વિભાગને બંગલો ખાલી કર્યો છે તેવી કોઇ અધિકૃત જાણકારી હજી નથી આપી.

English summary
RJD chief Lalu Prasad's son Tej Pratap Yadav Says Vacated Government Bungalow Due To Ghosts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X