For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નંબર 9 પર ચમકી રહ્યું છે ભારતનું ભાવી ક્રિકેટ

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયા માત્ર એક વિશ્વ વિજેતાની માફક પ્રદર્શન જ નથી કરી રહી પરંતુ રેકોર્ડનો વરસાદ પણ કરી રહી છે. એ વાતથી બધાજ માહિતગાર છેકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા યુવા ખેલાડીઓથી ભરેલી છે, જેમાના કેટલાક ખેલાડીઓ નવા છે અને તેઓ પહેલીવાર ઇંગ્લેન્ડના પ્રવાસે આવ્યા છે. વાત અન્ય ખેલાડીઓની નહીં કરીને સીધા જ પોઇન્ટ પર આવીએ તો ભારતનું ભાવી ક્રિકેટ નંબર નવ પર ચમકી રહ્યું છે.

આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં ‘તલવાર બાજી'
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ મેચમાં ભુવી અને હોટલમાં ભૂતોથી પરેશાન અંગ્રેજ
આ પણ વાંચોઃ- અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ

ટીમના યુવા અને પ્રતિભાશાળી બોલર ભુવનેશ્વર કુમારે ટેસ્ટ ક્રિકેટમાં નવમા ક્રમે બેટિંગ કરીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ ક્રમે બેટિંગ કરીને ત્રણ અડધી સદી ફટકારનાર તે વિશ્વ ક્રિકેટનો પહેલો ખેલાડી બની ગયો છે તો, બે ઇનિંગમાં પાંચ કરતા વધુ વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર પણ છે.

આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં નંબર નવ પર બેટિંગ કરીને 200 કરતા વધારે રન કરનાર તે પાંચમો અને બીજો ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલા આ સૈયદ કિરમાનીએ નવ ઇનિંગમાં 215 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે ચાર ઇનિંગમાં 209 રન બનાવ્યા છે. તેના પહેલા આ સિદ્ધિ ઇંગ્લન્ડના સ્ટૂઅર્ટ બ્રોડ અને ગ્રીમ સ્વાન, પાકિસ્તાનના આસિફ ઇકબાલ અને ન્યુઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીએ હાંસલ કરી છે. તો ચાલો તસવીરો થકી ભુવનેશ્વર સાથે જોડાયેલી ટેસ્ટ સિદ્ધિઓ પર નજર ફેરવીએ.

વિશ્વનો ત્રીજો ઓલરાઉન્ડર

વિશ્વનો ત્રીજો ઓલરાઉન્ડર

સતત બે મેચોમાં અડધી સદી અને ઇનિંગમાં 5 કરતા વધારે વિકેટ મેળવનાર તે વિશ્વનો ત્રીજો ઓલરાઉન્ડર બની ગયો છે. તેના પહેલા આ કારનામો રિચર્ડ હેડલી અને ઇયાન બોથમે કરી બતાવ્યો હતો.

ટ્રેન્ટ બ્રિજમાં પાંચ વિકેટ અને અડધી સદી

ટ્રેન્ટ બ્રિજમાં પાંચ વિકેટ અને અડધી સદી

ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારે પહેલી ઇનિંગમાં 149 બોલનો સામનો કરીને પાંચ ચોગ્ગાની મદદથી 58 રન ફટકાર્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ભુવનેશ્વર કુમારે 2.65ના ઇકોનોમી રેટ સાથે 82 રન આપી પાંચ વિકેટ મેળવી હતી. તેમજ બીજી ઇનિંગમાં 138 બોલનો સામનો કરી 10 ચોગ્ગાની મદદથી અણનમ 68 રન બનાવ્યા હતા.

લોર્ડ્સમાં પહેલી ઇનિંગમાં છ વિકેટ અને અડધી સદી

લોર્ડ્સમાં પહેલી ઇનિંગમાં છ વિકેટ અને અડધી સદી

લોર્ડ્સ ટેસ્ટની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારે પહેલી ઇનિંગમાં 2.64ના ઇકોનોમી રેટ સાથે 82 રન આપી છ વિકેટ મેળવી હતી. જ્યારે બીજી ઇનિંગમાં 71 બોલનો સામનો કરી આઠ ચોગ્ગાની મદદથી 52 રન ફટકાર્યા હતા.

નવમાં ક્રમે આવીને 200 કરતા વધુ રન કરનાર બીજો ભારતીય

નવમાં ક્રમે આવીને 200 કરતા વધુ રન કરનાર બીજો ભારતીય

ટેસ્ટ ક્રિકેટમાં નંબર નવ પર બેટિંગ કરીને 200 કરતા વધારે રન કરનાર તે પાંચમો અને બીજો ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલા આ સૈયદ કિરમાનીએ નવ ઇનિંગમાં 215 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે ચાર ઇનિંગમાં 209 રન બનાવ્યા છે.

English summary
bhuvneshwar kumar record in batting at no. 9 in test cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X