For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથમ્પટન ટેસ્ટના બીજા દિવસ સાથે જોડાયેલી રસપ્રદ વાતો

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન, 29 જુલાઇઃ લોર્ડ્સ ટેસ્ટમાં જે પ્રકારનો દેખાવ ભારતીય બોલર્સ દ્વારા કરવામાં આવ્યો હતો, તેના કરતા વિપરીત પ્રદર્શન ટીમ ઇન્ડિયાના બોલર્સે કરતા ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવીને 569 રન બનાવ્યા છે. સુકાની કૂકે પોતાનું ફોર્મ પરત મેળવતાની સાથે ટીમના અન્ય ખેલાડીઓ પણ જૂસ્સામાં આવી ગયા હોય તેમ ભારતીય બોલર્સ પર રનનો વરસાદ કરી દીધો હતો.

પહેલા દિવસની 247 રનની રમતને આગળ વધારતા ઇંગ્લેન્ડે ટીમનો સ્કોર 569 પર પહોંચ્યો ત્યારે બટલરની વિકેટ પડતાં જ દાવ ડિક્લેર કર્યો હતો. બટ્લરે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર અને વિસ્ફોટક અંદાજમાં 85 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડના પ્રથમ દાવ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ તરફથી કૂક 95, રોબસન 26, બેલેન્સ 156, બેલ 167, રૂટ 3, અલી 12, બટલર 85 અને વોએક્સે 7 રન બનાવ્યા હતા. બીજી તરફ ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ જ્યારે જાડેજાએ બે વિકેટ લીધી હતી, ઉપરાંત રોહિત શર્મા અને સમીએ એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ- જાડેજા-એન્ડરસન વિવાદઃ ધોની-કૂકને આઇસીસીની અપીલ
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ધોની-કૂકે બનાવ્યો આ રેકોર્ડ
આ પણ વાંચોઃ- જાણો, જાડેજાની કઇ વાતની ઇંગ્લેન્ડ સુકાની કૂકે લીધી હતી નોંધ

પોતાની પહેલી ઇનિંગની શરૂઆત કરવા અને ઇંગ્લેન્ડના 569 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ત્રીજી ટેસ્ટમાં પણ શિખર ધવન પોતાના બેટનો કમાલ દર્શાવી શક્યો ન હતો અને તે 6 રનના વ્યક્તિગત સ્કોર પર એન્ડરસનનો શિકાર બન્યો હતો. ભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ભારત તરફથી મુરલી વિજય 11 રન અને ચેતેશ્વર પૂજારા 4 રન સાથે રમતમાં છે. બીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં ભારતે એક વિકેટ ગુમાવીને 25 રન બનાવી લીધા છે, ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને એક વિકેટ લીધી છે. આ મેચ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણવા તસવીરો પર ક્લિક કરો.

ત્રણ B રહ્યાં અસરકારક

ત્રણ B રહ્યાં અસરકારક

ભારતીય બોલર્સ સામે ત્રણ બી અસરકારક રહ્યાં હતા. ભારત સામે બેલેન્સે 156, બેલે 167, બટલરે 85 રનની ઇનિંગ રમીને ભારતનો દાવ ઉલટો પાડ્યો હતો. ભારતીય બોલર્સ ઇંગ્લેન્ડના આ ત્રણ બીને રોકવામા સંદતર નિષ્ફળ રહ્યાં હતા.

ત્રણ વખત ધવન બન્યો એન્ડરસનનો શિકાર

ત્રણ વખત ધવન બન્યો એન્ડરસનનો શિકાર

ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન દ્વારા ભારતીય બેટ્સમેન શિખર ધવનને આ પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ વખત પોતાનો શિકાર બનાવ્યો છે. ધવને એન્ડરસનના 58 બોલનો સામનો કર્યો છે અને 30 રન બનાવ્યા છે.

નંબર. 3 અને 4 દ્વારા એક ટેસ્ટમાં 150+ રન

નંબર. 3 અને 4 દ્વારા એક ટેસ્ટમાં 150+ રન

ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ ટીમના નંબર ત્રણ અને ચાર નંબરના ખેલાડીએ એક જ ટેસ્ટમાં ચાર વખત 150 કરતા વધારે રન બનાવ્યા છે. આ વખતે બેલેન્સ(156) અને ઇયાન બેલ(167)એ આ સિદ્ધિ હાંસલ કરી છે.

ઇંગ્લેન્ડના 8 કીપર્સનો 50+

ઇંગ્લેન્ડના 8 કીપર્સનો 50+

કીપર્સ દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમના 8 વિકેટ કીપર્સ એવા છેકે જેમણે પોતાની પર્દાર્પણ મેચમાં 50 કરતા વધુનો સ્કોર બનાવ્યો છે. બટ્લરે પોતાની આ મેચમાં 85 રન બનાવ્યા છે. તે જાડેજાનો શિકાર બન્યો હતો. બીજી ખાસ વાત એ કે ઇંગ્લેન્ડ તરફથી એકમાત્ર પ્રાયરે જ પોતાની પર્દાર્પણ મેચમાં સદી ફટકારી હતી.

પંકજ સિંહ પણ સામેલ થયો આ યાદીમાં

પંકજ સિંહ પણ સામેલ થયો આ યાદીમાં

ભારતીય બોલર અંગે વાત કરવામાં આવે તો પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા પંકજ સિંહે એક અનોખા રેકોર્ડ સાથે પોતાનું નામ જોડી દીધું છે. 100 કરતા વધુ રન આપીને એકપણ વિકેટ નહીં લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે, પહેલા આ યાદીમાં જયદેવ ઉનડકટ અને સુબ્રતા ગુહાનું નામ હતું. પંકજ સિંહે 37 ઓવરમાં 146 રન આપ્યા છે.

ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ અડધી સદી

ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ અડધી સદી

2010થી અત્યારસુધીમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હવે ઇયાન બેલના નામે જતો રહ્યો છે. ઇયાન બેલે પોતાની 73 ઇનિંગમાં 47.27ની એવરેજથી 25 અડધી સદી ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ કૂકના નામે હતો તેણે 22 અડધી સદી 77 ઇનિંગમાં 44.81ની એવરેજ સાથે ફટકારી હતી.

English summary
Ian Bell rediscovered his form with sparkling 167 as England piled up a mammoth first innings total of 569/7 to take control of the third cricket Test against India here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X