For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરની નહીં આઇપીએલની ટીમો માટે રમશે વિદેશી ક્રિકેટર્સ

|
Google Oneindia Gujarati News

કોરી એન્ડરસન, લસિથ મલિંગા, કિરોન પોલાર્ડ અને જોર્જ બેલી જેવા અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર આ વર્ષે ભારતમાં રમાનારી ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટમાં પોતાની ઘરેલુ ટીમોના બદલે આઇપીએલની ટીમોનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. આગામી મહિને થનારી ચેમ્પિયન્સ લીગની આ શ્રેણીમાં અંદાજે આઠ વિદેશી એવા છે, જેમણે ઘરેલુ ટીમોના બદલે આઇપીએલની ટીમો તરફથી રમવાનો નિર્ણય કર્યો છે.

ચેમ્પિયન્સ લીગમાં ન્યુઝીલેન્ડના એન્ડરસન, વેસ્ટઇન્ડિઝના પોલાર્ડ તથા શ્રીલંકન બોલર મલિંગા મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે. એન્ડરસનની ઘરેલુ ટીમ નાર્થન નાઇટ્સ, પોલાર્ડ અને ડ્વેન સ્મિથની બારબાડોસ અને મલિંગાની ઘરેલુ ટીમ સાઉથર્ન એક્સપ્રેસ આ વખતે ભાગ લઇ રહી છે. બીજી તરફ બેલીએ ઘરેલુ ટીમ હોબાર્ટ હુર્રિકેન અને ડેવિડ મિલરે ડોલફિન્સ કરતા કિંગ્સ ઇલેવન પંજાબને મહત્વ આપ્યું છે. આ અંગે વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- કોહલી-અનુષ્કા પરણી જવાના હતા એટલે આપી મંજુરીઃ બીસીસીઆઇ
આ પણ વાંચોઃ- 2011થી 2015: ભારતની જેમ આ ટીમો પણ બની કોચ ‘સંકટ'નો શિકાર
આ પણ વાંચોઃ- આ ખેલાડીઓ બની શકે છે ભવિષ્યના સ્ટાર ક્રિકેટર્સ


નિર્ણય લેવા માટે મુક્ત છે ખેલાડીઓ

નિર્ણય લેવા માટે મુક્ત છે ખેલાડીઓ

ચેમ્પિયન્સ લીગ ટી20 ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય ડીન કિનોનું કહેવું છેકે બધા ખેલાડીઓ પોતાની રીતે નિર્ણય લેવા માટે મુક્ત છે. ટીમોને પણ આ ખેલાડીઓના બદલે અન્ય ખેલાડીઓને પસંદ કરવાની સ્વતંત્રતા છે. નોંધનીય છેકે, ચેમ્પિયન્સ લીગની ક્વોલિફાઇંગ મેચ 13થી 16 સપ્ટેમ્બર સુધી, જ્યારે મુખ્ય ટૂર્નામેન્ટ 17 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રાયપુર, મોહાલી, હૈદરાબાદ અને બેંગ્લોરમાં યોજાશે.

કોલકતા નાઇટ રાઇડર્સ

કોલકતા નાઇટ રાઇડર્સ

ગૌતમ ગંભીર, યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા, પીયુષ ચાવલા, વિનય કુમાર, ઉમેશ યાદવ, મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, સુનીલ નારાયણ, જેક કાલિસ, રેયાન ટેન ડોએશ્ચેટ, મોર્ની મોર્કલ, પૈટ કમિન્સ અને આંદ્રે રસેલ.

ચેન્નાઇ સુપરકિંગ્સ

ચેન્નાઇ સુપરકિંગ્સ

મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, આશિષ નહેરા, મિથુન મન્હાસ, આર અશ્વિન, ઇશ્વર પાંડે, પવન નેગી, રવિન્દ્ર જાડેજા, મોહિત શર્મા, ડ્વેન સ્મિથ, ડ્વેન બ્રેવો, જોન હસ્ટિંગ્સ, બ્રેંડન મેક્કુલમ, સેમ્યુઅલ બદ્રી અને ડૂ પ્લેસિસ.

કિંગ્સ ઇલેવન પંજાબ

કિંગ્સ ઇલેવન પંજાબ

જોર્જ બેલી, તિષારા પરેરા, મિશેલ જોન્સન, ગ્લેન મેક્સવેલ, ડેવિડ મિલર, અક્ષર પટેલ, કરનવીર સિંહ, એલ બાલાજી, મનન વોહરા, મનદીપ સિંહ, રિષી ધવન, વિરેન્દ્ર સેહવાગ, રિદ્ધિમાન સાહા, અનુરિત સિંહ અને પરવિંદર અવાના.

મુંબઇ ઇન્ડિયન્સ

મુંબઇ ઇન્ડિયન્સ

રોહિત શર્મા, હરભજન સિંહ, અંબાતી રાયડૂ, પ્રજ્ઞાન ઓઝા, પ્રવિણ કુમાર, આદિત્ય તારે, જલજ સક્સેના, જસપ્રીત બુમરાહ, શ્રેયાસ ગોપાલ, માઇકલ હસી, કિરોન પોલાર્ડ, કોરી એન્ડરસન, લસિથ મલિંગા, મર્ચેટ ડી લાગેં અને લેંડર સિમન્સ.

English summary
Foreign players choosing IPL teams over domestic teams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X