For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઉટઓફ ફોર્મ કોહલી ‘ફોર્મ’માં, વોર્મ અપમાં ભારતનો વિજય

|
Google Oneindia Gujarati News

લંડન, 23 ઑગસ્ટઃ ખરાબ પ્રદર્શન બદલ ટીકાઓનો સામનો કરી રહેલો બેટ્સમેન વિરાટ કોહલી પોતાની રીધમમાં પરત ફરતા અને ભારતીય બોલર્સની સારી બોલિંગની મદદથી ભારત લંડન ખાતે રમાયેલી વૉર્મ અપ મેચમાં મિડલસેક્સને 95 રનથી હરાવવામાં સફળ રહ્યું છે. ભારત તરફથી આપવામાં આવેલા 231 રનના લક્ષ્યાંકને હાસલ કરવા ઉતરેલી મિડલસેક્સની ટીમ 135 રનમાં ઓલાઉટ થઇ ગઇ હતી. આ મેચમાં યુવા અને પ્રતિભાશાળી બોલર કર્ણ શર્માએ 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

ભારતે 44.2 ઓવરમાં 230 રન નોંધાવ્યા તે પહેલા વિરાટ કોહલી અને અંબાતી રાયડૂએ અડધી સદી ફટકારી હતી. કોહલીએ 75 બોલમાં 71 રન બનાવ્યા હતા, જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો હતો, જ્યારે રાયડૂએ 82 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. આ વખતે પણ ભારતનું ટોપ ઓર્ડર નિષ્ફળ સાબિત થયું હતું. 25 ઑગસ્ટે રમાનારી પહેલી વનડે મેચ પહેલા ભારતે આ પીચનો ઉપયોગ પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ માટે કર્યો છે. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- કોહલી-અનુષ્કા પરણી જવાના હતા એટલે આપી મંજુરીઃ બીસીસીઆઇ
આ પણ વાંચોઃ- 2011થી 2015: ભારતની જેમ આ ટીમો પણ બની કોચ ‘સંકટ'નો શિકાર
આ પણ વાંચોઃ- આ ખેલાડીઓ બની શકે છે ભવિષ્યના સ્ટાર ક્રિકેટર્સ

ભારતની બેટિંગ

ભારતની બેટિંગ

ભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ટોપ ઓર્ડર ફરી ફેઇલ નીવડ્યો હતો. રોહિત શર્મા 8 અને શિખર ધવને 10 રન બનાવી પોતાના નિષ્ફળ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું હતું. વિરાટ કોહલીએ 71 અને રાયડૂ(રિટાયર હર્ટ) 72 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 14 રન બનાવ્યા હતા. આર અશ્વિને 18 રનની ઇનિંગ રમી હતી ઉક્ત ખેલાડીને બાદ કરતા લોઅર ઓર્ડર પણ નિષ્ફળ રહ્યો હતો, જે ચિંતાનો વિષય છે.

ભારતની બોલિંગ

ભારતની બોલિંગ

ભારતની બોલિંગ અંગે વાત કરવામાં આવે તો યુવા બોલર કર્ણ શર્માએ ત્રણ વિકેટ લઇને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો, જ્યારે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સમી, એમ શર્મા, ઉમેશ યાદવ, ધવલ કુલકર્ણી, આર અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

મિડલસેક્સનું પ્રદર્શન

મિડલસેક્સનું પ્રદર્શન

મિડલસેક્સ ટીમના બોલિંગ પ્રદર્શન અંગે વાત કરવામાં આવે તો ઓપી રાયનેરે 4 વિકેટ લીધી હતી, આ ઉપરાંત ફિન, સંધુ, હેરિસે એક-એક વિકેટ લીધી હતી. જ્યારે આર પટેલે બે વિકેટ લીધી હતી. બેટિંગની વાત કરવામાં આવે તો મલન 5, ગુબ્બિન્સ 2, સ્ટિર્લિંગ 17, મોર્ગન 16, હિગ્ગિન્સ 20, સિમ્પસન 19, બાલ્બિરન 19, રાયનેર 5, હેરિસ 20 અને પોડમોરે 4 રન બનાવ્યા હતા.

ધોનીની ગેરહાજરીમાં કોહલી સુકાની

ધોનીની ગેરહાજરીમાં કોહલી સુકાની

મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં વિરાટ કોહલીએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. કોહલીએ સુકાની તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સારું બેટિંગ કર્યું હતું અને વિરાટના વિશ્વાસ પર ખરા ઉતરતા બોલર્સે પણ સારો દેખાવ કરતા ભારતને વિજયી બનાવ્યું હતું.

English summary
Under-fire batsman Virat Kohli finally came good and the bowlers delivered to help India beat Middlesex by 95 runs in the the 50-over practice game at Lord's here today. Chasing a target of 231 runs, the hosts were bowled out for 135 runs (39.5 overs) with youngster Karn Sharma picking three for 14.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X