For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉર્ડ્સમાં ફતેહની તૈયારીમાં ભારત, જીત માટે છ વિકેટની જરૂર

|
Google Oneindia Gujarati News

લંડન, 21 જુલાઇ: રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગના જોરે ઇંગ્લેન્ડને 319 રનનું લક્ષ્ય આપ્યા બાદ ભારતે તેના ચાર વિકેટ 105 રન પર ઝડપી લીધી. જેનાથી બીજી ક્રિકેટ ટેસ્ટ રોમાંચક અંત તરફ આગળ વધી રહી છે, જેમાં યજમાનને પાંચમાં અને છેલ્લા દિવસે 214 રન બનાવવાના છે અને તેની છ વિકેટ બાકી છે.

ચોથા દિવસે રવિવારે બંને ટીમોનું પલડું સમતોલ રહ્યું. તૂટતી પીચ પર ઇંગ્લેન્ડે ચાર વિકેટ પર 105 રન બનાવી લીધા છે. ભારત જો આ મેચ જીતી જાય છે, તો ક્રિકેટના મક્કા કહેવાતા આ મેદાન પર તેની આ 28 વર્ષ પછી જીત હશે. છેલ્લે ભારતે અત્રે 1986માં ટેસ્ટ જીતી હતી. જો ઇંગ્લેન્ડ આ લક્ષ્યને હાસલ કરવામાં સફળ રહે છે તો તેની આ બીજી સૌથી મોટી જીત હશે. આ પહેલા 1928-29માં તેણે એમસીજી પર એશેઝ ટેસ્ટમાં 332 રનના લક્ષ્યને હાસલ કર્યું હતું.

લૉર્ડસ પર પણ આ બીજી સૌથી મોટી જીત બની રહેશે. આ પહેલા 1984માં વેસ્ટઇંડિઝે 344 રનના લક્ષ્યનો પીછો કરીને યજમાનને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ 14 બોલ અને બે રનની અંદર ગુમાવી દીધી. એક વિકેટ પર 70 રનથી તેનો સ્કોર ચાર વિકેટ પર 72 રન થઇ ગયો. ઇશાંત શર્માએ 10 ઓવરમાં 13 રન આપીને બે વિકેટ ચટકાવ્યા. તેણે ઇયાન બેલ અને કપ્તાન એલેસ્ટેયર કુકની વિકેટ લીધી.

મોહમ્મદ શમીએ પહેલી પારીમાં શતકવીર ગેરી બેલેંસને 27ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. ચોથા દિવસની રમત સમાપ્ત થવા પર જે રૂટ 14 અને મોઇન અલી 15 રન બનાવીને ક્રીઝ પર હતા. જ્યારે સારી બેટિંગ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સૈમ રોબસન સસ્તામાં આઉટ કરીને ભારતની આશાઓ ફરી જગાવી. જાડેજાએ સાતમી ઓવરના પહેલા બોલમાં રાબસનને એલબીડબલ્યૂ આઉટ કર્યો.

જુઓ તસવીરો...

લૉર્ડ્સમાં ફતેહની તૈયારીમાં ભારત

લૉર્ડ્સમાં ફતેહની તૈયારીમાં ભારત

રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગના જોરે ઇંગ્લેન્ડને 319 રનનું લક્ષ્ય આપ્યા બાદ ભારતે તેના ચાર વિકેટ 105 રન પર ઝડપી લીધી. જેનાથી બીજી ક્રિકેટ ટેસ્ટ રોમાંચક અંત તરફ આગળ વધી રહી છે, જેમાં યજમાનને પાંચમાં અને છેલ્લા દિવસે 214 રન બનાવવાના છે અને તેની છ વિકેટ બાકી છે.

જીત માટે છ વિકેટની જરૂર

જીત માટે છ વિકેટની જરૂર

ચોથા દિવસે રવિવારે બંને ટીમોનું પલડું સમતોલ રહ્યું. તૂટતી પીચ પર ઇંગ્લેન્ડે ચાર વિકેટ પર 105 રન બનાવી લીધા છે. ભારત જો આ મેચ જીતી જાય છે, તો ક્રિકેટના મક્કા કહેવાતા આ મેદાન પર તેની આ 28 વર્ષ પછી જીત હશે. છેલ્લે ભારતે અત્રે 1986માં ટેસ્ટ જીતી હતી. જો ઇંગ્લેન્ડ આ લક્ષ્યને હાસલ કરવામાં સફળ રહે છે તો તેની આ બીજી સૌથી મોટી જીત હશે. આ પહેલા 1928-29માં તેણે એમસીજી પર એશેઝ ટેસ્ટમાં 332 રનના લક્ષ્યને હાસલ કર્યું હતું.

લૉર્ડ્સમાં ફતેહની તૈયારીમાં ભારત

લૉર્ડ્સમાં ફતેહની તૈયારીમાં ભારત

લૉર્ડસ પર પણ આ બીજી સૌથી મોટી જીત બની રહેશે. આ પહેલા 1984માં વેસ્ટઇંડિઝે 344 રનના લક્ષ્યનો પીછો કરીને યજમાનને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ 14 બોલ અને બે રનની અંદર ગુમાવી દીધી. એક વિકેટ પર 70 રનથી તેનો સ્કોર ચાર વિકેટ પર 72 રન થઇ ગયો. ઇશાંત શર્માએ 10 ઓવરમાં 13 રન આપીને બે વિકેટ ચટકાવ્યા. તેણે ઇયાન બેલ અને કપ્તાન એલેસ્ટેયર કુકની વિકેટ લીધી.

જીત માટે છ વિકેટની જરૂર

જીત માટે છ વિકેટની જરૂર

મોહમ્મદ શમીએ પહેલી પારીમાં શતકવીર ગેરી બેલેંસને 27ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. ચોથા દિવસની રમત સમાપ્ત થવા પર જે રૂટ 14 અને મોઇન અલી 15 રન બનાવીને ક્રીઝ પર હતા. જ્યારે સારી બેટિંગ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સૈમ રોબસન સસ્તામાં આઉટ કરીને ભારતની આશાઓ ફરી જગાવી. જાડેજાએ સાતમી ઓવરના પહેલા બોલમાં રાબસનને એલબીડબલ્યૂ આઉટ કર્યો.

English summary
Team India ready to win the second Test against England at Lords
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X