For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..તો શું આ ધોનીની લોર્ડ્સમાં છેલ્લી ટેસ્ટ હતી?

|
Google Oneindia Gujarati News

મહેન્દ્ર સિંહ ધોનીએ અણસાર આપી દીધા છેકે ઇંગ્લેન્ડમાં આ તેમની અંતિમ ટેસ્ટ શ્રેણી છે. ભારતીય સુકાનીએ કહ્યું છેકે, લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ કે જેમાં ભારતે 95 રનની વિજય મેળવ્યો છે, તે તેમની કારકિર્દીની લોર્ડ્સ ખાતેની અંતિમ ટેસ્ટ મેચ છે. ધોની દ્વારા જ્યારે પણ આ પ્રકારના સંકેત આપવામાં આવે છે તે સૂક્ષ્મ હોય છે. તેમજ તે ટીમ પસંદગીકારોને યુવા ચહેરાને આ હોટ સીટ પર બેસાડવાનો સમય મળી જાય છે.

લોર્ડ્સમાં વિજય અંગે ધોનીએ કહ્યું કે, હું કેવું અનુભવી રહ્યો છું તે સમજાવી શકું તે નથી. આ મારી લોર્ડ્સમાં અંતિમ ટેસ્ટ છે. હવે હું અહીં ક્યારે આવીશ તે મને ખબર નથી. આ એક યાદગાર મેચ છે. અહીં રમાયેલી અન્ય એક ટેસ્ટ મેચ ઘણી નજીક છે, મને યાદ છે 2007ની શ્રેણીમાં લાઇટ ઓછી હોવાના કારણે ટેસ્ટ મેચ ડ્રો કરી હતી અને તે સમયે હું અને શ્રીસંથ બેટિંગ કરી રહ્યાં હતા. અમે ટેસ્ટ બચાવી હતી અને શ્રેણીમાં જીત્યાં હતા.

આ પણ વાંચોઃ- પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ
આ પણ વાંચોઃ- લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો

તેમણે કહ્યું કે દરેક મેચ ખાસ હોય છે અને ભારત બહાર ટેસ્ટ મેચ જીતવી ઘણી જ ખાસ હોય છે. લોર્ડ્સ અંગે કહું તો તે ઘણી ખાસ છે, પરંતુ હાલના સમયે દરેક ટેસ્ટ મેચ સ્પેશિયલ છે. નોંધનીય છેકે, જ્યારે 2011માં ભારતનો 4-0થી પરાજય થયો હતો ત્યારે ધોનીની આકરી ટીકા થઇ હતી. લોર્ડ્સ ખાતેની મેચમાં પણ ઇશાંતની બોલિંગે કમાલ નહોતો દેખાડ્યો ત્યાં સુધી સ્થિતિ અલગ જ હતી.

ભારત પાસે હાલ નથી કોઇ લીડર

ભારત પાસે હાલ નથી કોઇ લીડર

ટેસ્ટ સુકાની તરીકે ધોનીની સેફ છે કારણ કે ભારત પાસે કોઇ સક્ષમ લીડર નથી. વિરાટ કોહલીને પહેલા બેટિંગમાં દમ દેખાડવાની જરૂર છે. તેના માથે જો નેતૃત્વની જવાબદારી આપવામાં આવે તો ભારણ વધી જશે કારણ કે આઇપીએલ દરમિયાન નેતૃત્વ કરતી વખતે તેનામાં એ ભારણ જોવા મળ્યું હતું.

ટીમનું હાર્ડવર્ક

ટીમનું હાર્ડવર્ક

લોર્ડ્સના વિજય અંગે ધોનીએ કહ્યું કે, હાર્ડવર્ક જરૂરી છે, તૈયારી દરમિયાન અને ગેમમાં એ પ્રકારની થિકિંગ જરૂરી છે અને તેના કારણે જ આ ટીમ ટેસ્ટ મેચ જીતી શકી. આ પ્રકારનો એફર્ટ અને નિર્ણય આ ટીમ પાસેથી જોવોએ ઘણો જ ખાસ છે.

ધોનીને પ્રેસોસમાં વિશ્વાસ

ધોનીને પ્રેસોસમાં વિશ્વાસ

ધોની પ્રોસેસમાં વિશ્વાસ રાખે છે, સોલિડ પ્રોસેસના પરિણામે જ આપણે હંમેશા સફળતા જોઇ શકીએ છીએ. સ્થિરતામાં સફળતા જોવા મળે છે. ધોની સપ્ટેમ્બર 2007માં ટી20નો સુકાની બન્યો ત્યારબાદ તેણે સફળતા આઇસીસી વિશ્વ ટી20માં દક્ષિણ આફ્રિકામાં જોઇ. નાગપુર ખાતેની મેચમાં અનિલ કુંબલે ઇજાગ્રસ્ત થયા બાદ ધોનીને સુકાની બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તે ટેસ્ટ ટીમનો સુકાની બની ગયો હતો.

વિશ્વનો પાંચમો વેલ્યુએબલ ખેલાડી

વિશ્વનો પાંચમો વેલ્યુએબલ ખેલાડી

લોર્ડ્સમાં ભારતને જીત અપાવનારા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફૂટબોલના સૌથી મોટા ખેલાડી લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધા છે. ફોર્બ્સ પત્રિકાએ તેમને વિશ્વના સૌથી વેલ્યુએબલ ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યા છે. ટેનિસ સ્ટાર રોજર ફેડરર અને ગોલ્ફર ટાઇગર વૂડ્સ આ યાદીમાં પહેલા નંબર પર છે.

English summary
It will be my last Test at Lord's because I don't see myself coming back here in a few years, dhoni says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X