For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1975 WC: ‘અણનમ’ ગાવસ્કરના 174 બોલમાં માત્ર 36 રન!

|
Google Oneindia Gujarati News

આજે ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન માટે ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓથી માંડીને ક્રિકેટ ચાહકો પણ તેની આકરી ટીકા કરી રહ્યાં છે, ખાસ કરીને વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનની. જોકે વિરાટ કોહલી પાસેથી દેશને ઘણી આશા છે અને સ્વાભાવિક પણે આશા હોય ત્યાં નારાજગી પણ રહેવાની જ. અમે અહીં એવી જ એક મેચની વાત કરી રહ્યાં છીએ જેમાં સુનિલ ગાવસ્કર દ્વારા કરવામાં આવેલા બેટિંગને કોઇપણ ક્રિકેટ ચાહક યાદ રખવા માગતો નહીં હોય.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી સુનિલ ગાવસ્કરને ટીમની ઓપનિંગનની મુખ્ય કડી તરીકે જોવામાં આવતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન તેમના નામે સૌથી વધારે ટેસ્ટ રન અને સદીનો રેકોર્ડ ક્યારેક તેમના નામે હતો. એટલું જ નહીં પરંતુ તેમણે અનેક વખત પોતાની બેટિંગથી ભારતને શાનદાર જીત અપાવી હતી. પરંતુ એક મેચ એવી છે, જેમાં તેઓ પોતાની પ્રતિભાનુસાર બેટિંગ નહોતા કરી શક્યા. અમે વાત કરી રહ્યાં છીએ 1975માં રમાયેલા વિશ્વકપની. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ?
આ પણ વાંચોઃ- ટીમના બોસ કોણ? છેડાયો વિવાદ, ધોની-bcci આમને-સામને
આ પણ વાંચોઃ- ક્રિકેટ જગતનો અનોખો રેકોર્ડઃ એક ખેલાડીએ લીધી છે 4202 વિકેટ

ઇંગ્લેન્ડની બેટિંગ

ઇંગ્લેન્ડની બેટિંગ

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ગ્રુપ એની પહેલી મેચ રમાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા ભારત સામે વિશાળ 335 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી એમિસે સૌથી વધારે 137 રન, કેડબલ્યુઆર ફ્લેચરે 68 અને સીએમ ઓલ્ડે 51 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી એ આબિદ અલીએ 2, જ્યારે મદનલાલ અને અમરનાથે એક-એક વિકેટ લીધી હતી.

ભારતની બેટિંગ

ભારતની બેટિંગ

ઇંગ્લેન્ડ તરફથી 335 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે સુનિલ ગાવસ્કર અને ઇડી સોલ્કર ભારતને શાનદાર શરૂઆત આપશે પરંતુ ધાર્યા કરતા ઉંધુ પરિણામ આવ્યું હતું અને ભારત ચાર વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ કરી શક્યું હતું. ભારત તરફથી વિશ્વનાથે 37, સુનિલ ગાવસ્કરે 36, ગાયકવાડે 22 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી લેવર, આર્નોલ્ડ અને ઓલ્ડે એક-એક વિકેટ ઝડપી હતી અને ભારતનો 202 રને કારમો પરાજય થયો હતો.

સુનિલ ગાવસ્કરના 174 બોલમાં 36 રન

સુનિલ ગાવસ્કરના 174 બોલમાં 36 રન

સૌથી વધું આંચકાજનક જો કોઇ વાત હોય તો એ સુનિલ ગાવસ્કરની આ મેચમાં રમવામાં આવેલી ઇનિંગ હતી. સુનિલ ગાવસ્કરે 174 બોલનો સામનો કર્યો હતો અને માત્ર 36 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છેકે તેઓ અણનમ રહ્યાં હતા અને તેમનું સ્ટ્રાઇક રેટ માત્ર 20.68નું હતું.

ગાવસ્કરની ઇનિંગની થઇ હતી ટીકા

ગાવસ્કરની ઇનિંગની થઇ હતી ટીકા

સુનિલ ગાવસ્કરે જે પ્રકારે બેટિંગ કર્યું હતું, તેની આકરી ટીકા થઇ હતી. આ મેચમાં ટીમે 360 બોલનો સામનો કર્યો હતો, જેમાંથી અડધા કરતા વધુ બોલ એકમાત્ર સુનિલ ગાવસ્કર રમ્યા હતા, છતાં તેઓ રન બનાવી શક્યા નહતા, તેમજ તેમની જેટલી સ્ટ્રાઇક રેટ હતી તેના કરતા વધારે સ્ટ્રાઇક રેટ અન્ય ખેલાડીઓની હતી. આ મેચમાં હાર માટે સુનિલ ગાવસ્કરને જવાબદાર ગણવામાં આવ્યા હતા.

English summary
worst world cup inning by sunil gavaskar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X