For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: ઓપનિંગ સેરેમનીમાં ભારતના આટલા ખેલાડીઓ હાજરી આપશે

આજે ટોક્યો ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની યોજાશે. તેમાં ભારતના 19 ખેલાડીઓ અને છ અધિકારીઓ ભાગ લેશે. લોકોની હાજરી ઘટાડવાનો નિર્ણય બે કારણોસર લેવામાં આવ્યો હતો, પ્રથમ કોવિડ-19 અને બીજુ બીજા દિવસે ઇવેન્ટ હોવાથી તેને આરામ મળે.

|
Google Oneindia Gujarati News

આજે ટોક્યો ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની યોજાશે. તેમાં ભારતના 19 ખેલાડીઓ અને છ અધિકારીઓ ભાગ લેશે. લોકોની હાજરી ઘટાડવાનો નિર્ણય બે કારણોસર લેવામાં આવ્યો હતો, પ્રથમ કોવિડ-19 અને બીજુ બીજા દિવસે ઇવેન્ટ હોવાથી તેને આરામ મળે. આ કારણોથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Tokyo Olympics

ટેબલ ટેનિસની જોડી મણિકા બત્રા અને શરતના નામ ગઈકાલે રાત સુધી આ યાદીમાં હતા. પરંતુ 24 મી જુલાઈએ બપોરે 12:30 વાગ્યે યોજાનારી તેમની મિક્સ ડબલ્સ મેચને ધ્યાનમાં લઈને ઉદઘાટન સમારોહમાં ભાગ ન લેવાનું નક્કી કરાયુ છે. શૂટિંગ, બેડમિંટન, આર્ચરી અને હોકીના જેવી રમતના ખેલાડીઓ પણ આ કાર્યક્રમથી દૂર રહેશે. કારણ કે, તેમની પણ બીજા દિવસે ઇવેન્ટ્સ છે અને ભારતીય મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગતું નથી. હોકીમાંથી ફક્ત ધ્વજ વહન કરનાર પુરુષ ટીમના કેપ્ટન મનપ્રીતસિંઘ જ સમારોહમાં ભાગ લેશે.

19 ખેલાડીઓની સુચીમાં ચાર પેડલર અને 4 નૌકાયન ટીમના ખેલાડીઓ સામેલ છે. આ ઉપરાંત તલવારબાજ સીએ ભવાની દેવી, જિમનાસ્ટ પ્રણતિ નાઈક અને તરવૈયા સાજન પ્રકાશ ઉપરાંત આઠ બોકર્સ હશે. આ સમારોહમાં એમસી મેરી કોમ ઉપરાંત લવલિના બોરગોહેન, પૂજા રાની, અમિત પંધાલ, મનીષ કૌશિક, આશિષ કુમાર અને સતિષ કુમાર પણ ઉપસ્થિત રહેશે.

આ સિવાય અધિકારીઓની વાત કરવામાં આવે તો, ભારતના મિશન ચીફ બિરેન્દ્રપ્રસાદ વૈશ્ય, ડેપ્યુટી ચીફ ડૉ. પ્રેમ વર્મા, ટીમ ડોક્ટર ડો.અરુન બાસિલ મેથ્યુ, ટેબલ ટેનિસ ટીમના મેનેજર એમ.પી.સિંહ, બોક્સિંગ કોચ મુહમ્મદ અલી કમર અને જિમ્નેસ્ટિક્સ કોચ લખન શર્મા સહિતના અધિકારીઓ ઓપનિંગ સેરેમનીમાં જોડાશે. ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ 125 થી ખેલાડીઓ કરશે.

English summary
19 athletes from India, only 6 officials will participate in the Olympic Opening Ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X