• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રૈનાની શાનદાર સદી, ઇંગ્લેન્ડ સામે ભારતે મુક્યો 305 રનનો લક્ષ્યાંક

|

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી ચાલું થઇ ગઇ છે. પહેલી મેચ વરસાદ પડવાના કારણે રમાઇ નહોતી, પરંતુ બીજી મેચ કાર્ડિફ ખાતે રમાઇ રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રિત કર્યું હતું. જોકે શરૂઆતમાં શિખર ધવન અને વિરાટ કોહલીની વિકેટ પડી ત્યારે લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડનો નિર્ણય યોગ્ય હતો, પંરતુ પહેલા રોહિત શર્મા અને અજિંક્ય રહાણેની ધૈર્યપૂર્ણ બેટિંગ બાદ સુરેશ રૈનાની શાનદાર સદી અને ધોનીની અડધી સદીની મદદથી ભારતે બાજી પલટાવી નાંખી હતી અને નિર્ધારિત 50 ઓવરમાં ઇંગ્લેન્ડ સામે 305 રનનો લક્ષ્યાંક મુક્યો છે. ઇંગ્લેન્ડ તરફથી વોએક્સ સફળ બોલર સાબિત થયો હતો.

પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળતા રોહિત શર્મા અને શિખર ધવને ઇનિંગની શરૂઆત કરી હતી. ભારતની શરૂઆત ધીમી રહી હતી અને શિખર ધવન પોતાના 11 રનના વ્યક્તિગત સ્કોર પર વોએક્સની ઓવરમાં બટ્લરના હાથે ઝલાઇ ગયો હતો. ભારતની પહેલી વિકેટ પડી ત્યારે ટીમનો સ્કોર 19 રનનો હતો. ધવન આઉટ થયા બાદ બેટિંગમાં વિરાટ કોહલી આવ્યો હતો, પરંતુ તેણે ફરી એકવાર પોત ફોર્મમાં નહીં હોવાનો પરચો આપ્યો હતો. તે માત્ર શૂન્ય રનના વ્યક્તિગત સ્કોર પર વોએક્સની ઓવરમાં કૂકના હાથે કેચ આઉટ થયો હતો. મેચ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી સંજુ સેમસનની 10 અજાણી વાતો

આ પણ વાંચોઃ- 1975 WC: ‘અણનમ' ગાવસ્કરના 174 બોલમાં માત્ર 36 રન!

આ પણ વાંચોઃ- ...છતાં આ ખેલાડીઓ આગળ ન લાગ્યું ‘મહાન'નું લેબલ

સુરેશ રૈનાએ ફટકારી સદી

સુરેશ રૈનાએ ફટકારી સદી

રોહિત શર્મા બાદ સુરેશ રૈનાએ પોતાની પ્રતિભા અનુસાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. સુરેશ રૈનાએ 74 બોલનો સામનો કરીને 12 ચોગ્ગા થતા 3 છગ્ગાની મદદથી 100 રન બનાવી લીધા છે. આ સાથે જ તેણે ધોની સાથે પાંચમી વિકેટ માટે 143 રનની ભાગીદારી પણ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, આ રૈનાની ચોથી વનડે સદી છે. સુરેશ રૈના 100 રનના વ્યક્તિગત સ્કોરે વોએક્સની ઓવરમાં એન્ડરસનના હાથે કેચ આઉટ થયો હતો.

રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માની અડધી સદી

શિખર ધવન અને વિરાટ કોહલીની ઝડપથી વિકેટ પડી જતાં ટીમ એક સમયે દાબાણ આવી ગઇ હતી, પરંતુ રોહિત શર્માએ સમજદારીપૂર્વકની બેટિંગ કરી છે અને તેનો સાથ અજિંક્ય રહાણેએ સારી રીતે આપ્યો હતો. રોહિત શર્માં સારી બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ તેની 23મી આંતરરાષ્ટ્રીય અડધી સદી છે. તેણે 87 બોલનો સામનો કરીને ચાર ચોગ્ગા થતા એક છગ્ગાની મદદથી 52 રન ફટકાર્યા હતા. નોંધનીય છેકે આ સાતમી વખત બન્યું છેકે રોહિત શર્મા અડધી સદી ફટાકર્યા બાદ આઉટ થયો હોય.

અજિંક્ય રહાણેની 41 રનની ધૈર્યપૂર્ણ ઇનિંગ

અજિંક્ય રહાણેની 41 રનની ધૈર્યપૂર્ણ ઇનિંગ

શિખર ધવન અને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઇ ગયા બાદ અજિંક્ય રહાણેએ ધૈર્યપૂર્ણ બેટિંગનું પ્રદર્શન કરતા 41 રનની ઇનિંગ રમી હતી. જોકે તે આ મોટું યોગદાન આપે તે પહેલા તે ટ્રેડવેલની ઓવરમાં બટ્લરના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 47 બોલનો સામનો કરીને 41 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા સામેલ છે.

પહેલી 10 ઓવરમાં 30 કરતા ઓછા રન

પહેલી 10 ઓવરમાં 30 કરતા ઓછા રન

ભારતે છેલ્લા પાંચ વર્ષમાં 15 વખત ઇનિંગની 10 ઓવરમાં 30 રન કે તેથી ઓછા રનનો સ્કોર કર્યો છે.

ભારતની પહેલી બે વિકેટ 19 રનમાં

ભારતની પહેલી બે વિકેટ 19 રનમાં

ભારતે પોતાની પહેલી બે વિકેટ 19 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. આ બન્ને વિકેટ (શિખર ધવન અને વિરાટ કોહલી) ઇંગ્લેન્ડના બોલર વોએક્સે લીધી હતી.

ધવન-કોહલી ફરી નિષ્ફળ

ધવન-કોહલી ફરી નિષ્ફળ

શ્રેણીની બીજી વનડેમાં પણ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને વિરાટ કોહલીએ પોતાનું નબળું ફોર્મ જાળવી રાખ્યું છે અને તેઓ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. શિખર ધવને સારી શરૂઆત કરી હતી, પરંતુ તેને મોટી ઇનિંગમાં ફેરવવામાં નિષ્ફળ ગયો હતો. શિખર 11 રના સ્કોર પર વોએક્સનો શિકાર બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી સંદતર નિષ્ફળ રહ્યો હતો, તે પણ વોએક્સનો શિકાર બન્યો હતો. કોહલીએ માત્ર શૂન્ય રન બનાવ્યા હતા.

ધોનીએ લગાવી અડધી સદી

ધોનીએ લગાવી અડધી સદી

મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાનીને છાજે તેવું બેટિંગ કર્યું છે અને અડધી સદી ફટકારતા 52 રન બનાવ્યા છે. તેણે 51 બોલનો સામનો કરીને છ ચોગ્ગાની મદદથી 52 રન ફટકાર્યા છે. જોકે તે વોએક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.

ઇંગ્લેન્ડની બોલિંગ

ઇંગ્લેન્ડની બોલિંગ

ઇંગ્લેન્ડની બોલિંગ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડલ તરફથી વોએક્સે શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ લીધી છે, જો તે એક વિકેટ મેળવી લેત તો આ મેદાનમાં પાંચ વિકેટ લેનાર પહેલો બોલર બની ગયો હોત. વોએક્સ સિવાય ટ્રેડવેલે બે વિકેટ ઝડપી હતી.

English summary
India tour of England, 2nd ODI: England v India at Cardiff, Aug 27, 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more