For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોથી વનડેઃ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક

|
Google Oneindia Gujarati News

બર્મિંઘમ, 2 સપ્ટેમ્બરઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી વનડે શ્રેણીની ચોથી વનડે બર્મિંઘમ ખાતે ભારતે પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે તેને ફળ્યો છે અને ઇંગ્લેન્ડની ટીમ 206 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. ભારત તરફથી ટીમમાં એક ફેરબદલ કરવામાં આવ્યો હતો, ટીમમાં આ વખતે ધવલ કુલકર્ણીને સ્થાન આપવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ભારતે બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ પ્રારંભથી જ ઇંગ્લેન્ડ બેકફૂટ પર જોવા મળી રહ્યું હતું. ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ હેલ્સના રૂપમાં પડી હતી, જ્યારે બીજી વિકેટ એલિસ્ટર કૂકના રૂપમાં પડી હતી. બન્ને વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી હતી. ઇંગ્લેન્ડની પ્રથમ બન્ને વિકેટ અનુક્રમે 15 અને 16 રને પડી હતી. ત્યારબાદ ભારતે સમયાંતરે ઇંગ્લેન્ડની વિકેટ ઝડપતા ઇંગ્લેન્ડ 206 રન જ નોંધાવી શકી હતી. ઇંગ્લેન્ડ તરફથી હેલ્સ 6, કૂક 9, બેલેન્સ 7, રૂટ 44, મોર્ગન 32, બટ્લર 11, મોઇન અલી 67, વોક્સ 10, ફિન્ન 2 અને ગુર્ને 1 રન પર આઉટ થયો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી વનડે રમાઇ રહી છે, ત્યારે તેની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ આંકડાઓ અમે અહીં તસવીરો થકી આપી રહ્યાં છીએ તો ચાલો તેને જાણીએ.
આ પણ વાંચોઃ- ધોનીએ કરી અઝહરના રેકોર્ડની બરાબરી, નેક્સ્ટ ટાર્ગેટ પોન્ટિંગ
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયા નંબર વન, કાંગારુઓને નડ્યું ઝિમ્બાવ્વે

ભારતનું સારું બોલિંગ પ્રદર્શન

ભારતનું સારું બોલિંગ પ્રદર્શન

આજની મેચમાં ભારતની બોલિંગ સારી રહી હતી. ભુવનેશ્વર કુમારે ઓપનિંગ જોડીને જલદી પેવેલિયન ભેગી કરી દેતા ઇંગ્લેન્ડ શરૂઆતથી જ નબળી સ્થિતિમાં મુકાઇ ગયું હતું. આ ઉપરાંત મોહમ્મદ સમીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ બે અને આર અશ્વિન તથા સુરેશ રૈનાએ એક-એક વિકેટ ઝડપી હતી.

ફિલ્ડિંગમાં પણ ભારત ઝળક્યું

ફિલ્ડિંગમાં પણ ભારત ઝળક્યું

ફિલ્ડિંગમાં પણ ભારતે સારું પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ઇંગ્લેન્ડનો એક ખેલાડી રન આઉટ થયો હતો, જ્યારે ત્રણ ખેલાડી કેચ આઉટ થયા હતા. રૈનાએ એકને રન આઉટ કર્યો હતો અને બે કેચ પકડ્યાં હતા.

ઇંગ્લેન્ડની ખરાબ શરૂઆત

ઇંગ્લેન્ડની ખરાબ શરૂઆત

ચોથી વનડેમાં ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડી ટીમ માટે મોટો સ્કોર ખડો કરવામા નિષ્ફળ રહી હતી. હેલ્સ 6 જ્યારે કૂક 9 રનના વ્યક્તિગત સ્કોર પર ભુવનેશ્વર કુમારના શિકાર બન્યા હતા.

ધોની બની જશે સફળ સુકાની

ધોની બની જશે સફળ સુકાની

જો ભારતની આજની વનડે મેચ જીતી જાય તો ટીમ ઇન્ડિયા 24 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં દ્વીપક્ષીય વનડે શ્રેણી પોતાના નામે કરી લેશે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ 1990માં મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડને તેમના જ ઘરમાં 2-0થી પરાજય આપ્યો હતો. આ સાથે જ ધોની એક સફળ સુકાની પણ બની જશે. કારણ કે હાલ તે 90 મેચમાં વિજય સાથે અઝહરના રેકોર્ડની સમકક્ષ છે, પરંતુ આજની મેચ જીતે તો તે 91 મેચમાં વિજય સાથે ટોચ પર પહોંચી જશે.

એવરેજ ફર્સ્ટ અને સેકન્ડ ઇનિંગ સ્કોર

એવરેજ ફર્સ્ટ અને સેકન્ડ ઇનિંગ સ્કોર

આ પીચ પર પહેલી બેટિંગ કરનાર ટીમ 233 રન બનાવી શકે છે, જ્યારે બીજી બેટિંગ કરનાર ટીમ 219 રન બનાવી શકે છે.

ઇનિંગ અનુસાર પરિણામ

ઇનિંગ અનુસાર પરિણામ

આ પીચ પર ઓવરઓલ 50 મેચમાંથી પહેલી અને બીજી બેટિંગ કરનાર ટીમ 22-22 વખત વિજયી બની છે, જ્યારે 2000 બાદ 25માંથી પહેલી અને બીજી બેટિંગ કરનાર ટીમ 10-10 વખત વિજયી બની છે. જ્યારે પાંચ મેચ અનિર્ણીત રહી છે.

ઇંગ્લેન્ડ અને ભારતનું પ્રદર્શન

ઇંગ્લેન્ડ અને ભારતનું પ્રદર્શન

ઓવરઓલ જોઇએ તો બન્ને દેશો વચ્ચે 89 મેચો રમાઇ છે, જેમાંથી ભારત 49 અને ઇંગ્લેન્ડને 35માં વિજય મળ્યો છે, 2 ટાઇ રહી હતી અને 3 અનિર્ણીત રહી હતી. ઇંગ્લેન્ડમાં રમાયેલી મેચોની વાત કરવામાં આવે તો 36માંથી 14માં ભારત અને 18માં ઇંગ્લેન્ડ વિજયી રહ્યું છે. એક ટાઇ રહી હતી, જ્યારે 3 અનિર્ણીત રહી છે. બર્મિંઘમની વાત કરીએ તો 3 મેચોમાંથી 2માં ભારત અને 1માં ઇંગ્લેન્ડ વિજયી થયું છે.

English summary
4th ODI of the five-match series between India and England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X