For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલાં બાપને સુધારો પછી દેશનો સુધારજો : ચોટલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 7 સપ્ટેમ્બર: ભારતીય રમતોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની સ્પષ્ટતા માટે એક અભિયાનની નેતૃત્વ કરી રહેલા અભિનવ બિંદ્રા પર ભારતીય ઓલંપિક સંઘ (આઇઓએ)ના અધ્યક્ષ અભય સિંહ ચોટાલાએ વ્યક્તિગત ટિપ્પણી કરી છે. ચોટાલાએ અભિનવ બિદ્રાના વિશે કહ્યું હતું કે જો તેમને ભ્રષ્ટાચારના આરોપોઓની આટલી બધી ચિંતા છે તો તેમને સૌથી પહેલાં પોતાના પિતાને છોડી દેવા જોઇએ કે પછી ઘરથી નિકળી જવું જોઇએ.

જો કે ચેક બાઉન્સ થવાના મુદ્દે ગત મહિનાથી જેલમાં છે. તેમની આ ટિપ્પણી બાદ કેટલાક પૂર્વ ખેલાડી અને રાજકીય હસ્તીઓ તેની ટીકા કરી રહ્યાં છે. અભય સિંહ ચોટાલાએ આ ટિપ્પણી તે દબાણની પ્રતિક્રિયાના રૂપમાં કરી જેમાં આઇઓએ પર આઇઓસીની શરત સ્વિકાર કરવાનું દબાણ બનેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય ઓલંપિક સમિતિએ ભારત ઓલંપિક સંઘને ઓલંપિકથી સસ્પેંડ કરી દિધા હતા અને આદેશ આપ્યો હતો કે આઇઓએ પોતાના સંવિધાનમાં 31 ઑક્ટોબર સુધી સંશોધન કરે અને ભ્રષ્ટાચારના આરોપીને ખેલ સંઘથી દૂર કરે. આ ઉપરાંત આઇઓસીએ કહ્યું હતું કે ભારતીય ઓલંપિક સંઘ પોતાના સંશોધિત સંવિધાન અંતગર્ત 15 ડિસેમ્બર સુધી નવી ચુંટણી કરાવી લે. જેથી સમય જતાં તેને ફરીથી ઓલંપિકમાં સામેલ કરી શકાય.

અભય ચોટાલાની અભિનવ બિંદ્રા પર કરવામાં આવેલી વ્યક્તિગત ટિપ્પણી પર અન્ય ખેલાડીઓ પર કડક પ્રતિરોધ કરવામાં આવ્યો છે. આના પર ભારતના પૂર્વ ટેનિસ ખેલાડી અને કેટલાક ગ્રાંડ સ્લેમ વિજેતા મહેશ ભૂપતિએ ટ્વિટ કર્યું છે કે હું સીમિત શબ્દોમાં અભિનવ બિદ્રાના પરિવાર પર કરવામાં આવેલી ટિપ્પણી વિશે કંઇ કહેવામાં અસમર્થ છું, હું અભિનવ બિદ્રાનું સમર્થન કરું છુ, તો બીજી તરફ ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ (એનઆઇએઆઇ)ના અધ્યક્ષ રનિંદર સિંહએ અભય સિંહ ચોટાલાની નિંદ કરતાં કહ્યું હતું કે તેમને આ મુદ્દે વ્યક્તિગત કોમેન્ટ કરવી ન જોઇએ.

તેમને આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેમના ઘર કાચના હોય તે બીજા ઘર પર પથ્થર ન ફેંકે. આ ધ્યાન આપવા જેવી બાબત છે હરિયાણાના મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલા અને તેમના ભાઇ અભય ચોટાલા ગોટાળામાં દોષી જોવા મળ્યા છે.

અભિનવ બિંદ્રા

અભિનવ બિંદ્રા

અભિનવ બિંદ્રાનું કહેવું છે કે ભારતીય એથલીટ પણ આઇઓએમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે. જેનાથી આઇઓસી દ્વારા ભારતને ઓલંપિકમાં સામેલ થવાની પરવાનગી મળી શકે.

ભારતીય ઓલંપિક સંઘ

ભારતીય ઓલંપિક સંઘ

આંતરાષ્ટ્રીય ઓલંપિક સમિતિએ આઇઓએને 31 ઓક્ટોબર સુધી સંવિધાનમાં સંશોધન વિશે અને 15 ડિસેમ્બર સુધી ચુંટણી કરાવવાનો સમય માંગ્યો છે.

આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ

આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ

આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિના આઇઓએને રાજકિય હસ્તક્ષેપથી ઓલંપિકથી સસ્પેંડ કરવામાં આવ્યા હતા.

અભિનવ બિંદ્રા

અભિનવ બિંદ્રા

અભિનવ બિંદ્રા ભારતીય ઓલંપિક સંઘમાં સફાઇ માટે અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે, જેથી તેમની સાથે કેટલાક ભારતીય એથલીટ છે.

English summary
Indian athletes have put the onus on the IOA now and are trying their best to remove corrupt officials from the association in order to overturn the Olympic ban imposed on the country by the IOC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X