For Quick Alerts
For Daily Alerts
અદિતિ અશોક: મહિલા ગોલ્ફરે રચ્યો ઇતિહાસ, યુરોપીય ટુર જીતનારી પ્રથમ ભારતીય
રિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સ્ટાર ગોલ્ફર અદિતિ અશોકે રવિવારે ઇતિહાસ રચી દીધો. તેણે ઇંડિયન ઓપન ખિતાબ પોતાના નામે કરી દીધો. લેડીઝ ગોલ્ફ યુરોપીય ટુર પ્રતિયોગીતા એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઇ છે.
4 લાખ ડોલર મળ્યા ઇનામમાં
અદિતિ અશોક દેશની ઉભરતી ગોલ્ફ પ્લેયર છે અને તેણે રિયો ઓલિમ્પિકમાં સુંદર રમતનું પ્રદર્શન કર્યુ હતુ. 11 નવેમ્બરે શરુ થયેલ ટુર્નામેંટમાં ખિતાબ જીતવા માટે અદિતિને 4 લાખ ડોલરની રકમ આપવામાં આવી છે.
આ ટુર્નામેંટમાં દિગ્ગજ મહિલા ગોલ્ફ પ્લેયર્સે ભાગ લીધો હતો. છેલ્લી ચેમ્પિયન એમિલી પેડરસને પણ આમાં ભાગ લીધો હતો. 114 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો આ ટુર્નામેંટને લેડીઝ યુરોપીય ટુર અને ભરતીય મહિલા ગોલ્ફ સંઘ તરફથી સંયુક્ત રીતી માન્યતા પ્રાપ્ત છે. આમાં દુનિયાભરમાંથી કુલ 114 પ્રોફેશનલ પ્લેયર્સે ભાગ લીધો હતો.
Comments
English summary
Aditi Ashok creates history, becomes first Indian female golfer to win Hero Women's Indian Open title
Story first published: Sunday, November 13, 2016, 16:51 [IST]