પહેલી ઇનિંગમાં ભારતના 295, રહાણેએ કરી ગાંગુલીની બરાબરી
લંડન, 18 જુલાઇઃ ભારત- ઇંગલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત શરૂ થઇ ગઇ છે. બીજા દિવસની રમતની શરૂઆતે જ સ્ટ્રોકે મોહમ્મદ સામીને આઉટ કરતા ભારતની પહેલી ઇનિંગ 295 રન પર સમાપ્ત થઇ ગઇ છે. ભારત તરફથી પહેલી ઇનિંગમાં સૌથી વધારે રન રહાણે 103 અને ભુવનેશ્વર કુમારે 36 રન ફટકાર્યા હતા.
અન્ય બેટ્સમેનોના સ્કોર પર નજર ફેરવીએ તો મુરલી વિજયે 24, ધવને 7, પૂજારા 28, કોહલી 25, ધોની 1, જાડેજા 3, બિન્ની 9, સામી 19 અને ઇશાંત શર્માએ 12 રન બનાવ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને ચાર, બ્રોડ અને સ્ટ્રોકે બે-બે તથા અલી અને પ્લુંકેટે એક-એક વિકેટ ઝડપી છે. ભારતની શરૂઆત ઘણી ખરાબ રહી હતી, પરંતુ અજિંક્ય રહાણેએ આશાનું કિરણ બની એ કરી બતાવ્યું જે કરવાનું સ્વપ્ન દરેક ક્રિકેટરનું હોય છે. એટલે કે તેણે ક્રિકેટનું મક્કા ગણાતા લોર્ડ્સમાં સંયમિત ઇનિંગ રમતા સદી ફટકારી છે, જેના કારણે ભારત 295 રનનો સ્કોર રચવામાં સફળ રહ્યું છે.
આ પણ વાંચોઃ- લોર્ડ્સમાં સદી, રહાણે બન્યો નવમો ભારતીય
આ પણ વાંચોઃ- વિશ્વના સૌથી વધુ કમાણી કરતા 25 ખેલાડીઃ ધોની 22માં નંબરે
આ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર નોંધાઇ આ સિદ્ધિ
સદી ફટકાર્યા બાદ રહાણેએ કહ્યું કે, આ સદી તેના માટે ખાસ છે. જોકે મને એ વાતનું દુઃખ છેકે હું મારી ઇનિંગ થકી ભારત માટે મજબૂત સ્કોર ઉભો ના કરી શક્યો, જોકે આ રમત છે અને મને આશા છેકે અમે જીતવા માટે પૂરતો પ્રયાસ કરીશું. તો ચાલો વધુ તસવીરો થકી જાણીએ.

ગાંગુલી સાથે કરી બારબરી
આ સદી બાદ રહેલા એ યાદીમાં સામેલ થઇ ગયો છે, જ્યાં અત્યાર સુધી માત્ર સૌરવ ગાંગુલીનું નામ હતું. ભારતના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી જ હતા કે જેમણે લોર્ડ્સના મેદાન પર રમતા પોતાની પહેલી મેચમાં સદી ફટકારી હતી, પરંતુ હવે સૌરવ બાદ આ કીર્તિમાન માટે અજિંક્ય રહાણેનું નામ પણ લેવામા આવશે.

લોર્ડ્સમાં સદી ફટકારનાર નવમો ખેલાડી
નોંધનીય છેકે, આ સદી સાથે રહાણે લોર્ડ્સના મેદાનમાં સદી ફટકારનાર નવમો ખેલાડી બની ગયો છે. ભારત તરફથી સૌથી વધારે ત્રણ સદી દિલિપ વેંગેસ્કરે ફટકારી છે. જ્યારે આ લિસ્ટમાં અન્ય ખેલાડીઓમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વિનૂ માંકડ, ગુંડપ્પા વિશ્વનાથ, અઝહર, રવિ શાસ્ત્રી અને અજીત અગરકર છે.

ભુવનેશ્વર સાથે 90 રનની ભાગીદારી
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 295 રન બનાવ્યા છે. ભારત તરફથી રહાણે અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે 90 રનનોની ભાગીદારી નોંધવી હતી.

નવમી વિકેટ માટે 40 રનની ભાગીદારી
રહાણેએ સામી સાથે મળીને નવમી વિકેટ માટે 40 રનની ભાગીદારી નોંધાવી હતી. એન્ડરસનો ચોથો શિકાર બન્યો તે પહેલા રહાણેએ 154 બોલનો સામનો કર્યો અને 15 ચોગ્ગા તથા એક છગ્ગો ફટકાર્યો હતો. ટ્રેન્ટ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ ડ્રોમાં પરિણામી હતી.