For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન તેની છેલ્લી મેચ પણ પાકિસ્તાન સામે રમેઃ અકરમ

By Super
|
Google Oneindia Gujarati News

કરાચી, 13 સપ્ટેમ્બરઃ માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય મેચમાં તેની સામે રમનારા વિશ્વના શ્રેષ્ઠતમ ઝડપી બોલરમાના એક પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ ખેલાડી વસીમ અકરમે ગુરુવારે કહ્યુ કે તેંડુલકરે પોતાની અંતિમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવી જોઇએ.

અનેક વિશ્વ કીર્તિમાન રચી ચૂકેલા તેંડુલકરે વધું એક કીર્તિમાન રચવા તરફ અગ્રેસર છે. તેંડુલકર અત્યારસુધી 198 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, તથા વેસ્ટ ઇન્ડિઝ, ભારતના પ્રવાસ પર આવવા માટે રાજી થયા બાદ તે 200 ટેસ્ટ મેચ રમનારો વિશ્વનો પહેલો ક્રિકેટર બનવા જઇ રહ્યો છે. આ વચ્ચે બધે જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 200 ટેસ્ટ મેચ સાથે જ તેંડુલકર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લઇ શકે છે. તેંડુલકરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાંથી પહેલાં જ નિવૃત્તિ લઇ લીધી છે.

sachin-tendulkar
અકરમનું જોકે માનવું છે કે, તેંડુલકરે પોતાની અંતિમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ કોલકતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમવી જોઇએ. પાકિસ્તાન મીડિયામાં આવેલા અહેવલો અનુસાર અકરમે કહ્યું કે, મારા મનમાં તેંડુલકરની વિદાય મેચની એક ખાસ યોજના છે. કોલકતાના ઇડન ગાર્ડન મેદાન પર ભારત, પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમાઇ રહી હોય અને સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું હોય અને દર્શકો તેંડુલકરની વિદાય મેચનો આનંદ લઇ રહ્યાં હોય.

પાકિસ્તાનની સમાચાર ચેનલ જીયો ન્યૂઝે અકરમના હવાલાથી કહ્યું કે, તેંડુલકર માટે આ સૌથી સારી વિદાય મેચ હશે. તેંડુલકરને વિશ્વના સર્વકાલિક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવે છે. તેમણે અત્યારસુધી 198 ટેસ્ટ મેચોમાં 51 સદીની મદદથી 15,837 રન તથા 463 આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં 49 સદીની મદદથી 18,426 રન બનાવ્યા છે.

English summary
Famed Pakistan fast bowler Wasim Akram said Thursday he hoped Indian batting great Sachin Tendulkar would play his final Test farewell against Pakistan in Kolkata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X