For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

77 વર્ષ બાદ બ્રિટનની ઝોળીમાં વિમ્બલડન

By Super
|
Google Oneindia Gujarati News

લંડન, 8 જુલાઇઃ વિશ્વના બીજા નંબરના ખેલાડી બ્રિટનના એન્ડી મરેએ વિશ્વના નંબર વન અને ટોચનો ક્રમાંક ધરાવતા નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4, 7-5, 6-4 હરાવીને વિમ્બલડન મેન સિંગલ ટાઇટલ જીતી લીધું છે. નોંધનીય છે કે, આ સાથે જ તેણે ઇતિહાસ રચી નાંખ્યો છે. 77 વર્ષ બાદ મરેએ બ્રિટનને વિમ્બલડન ટ્રોફી અપાવી છે.

મરે અને જોકોવિચ વચ્ચે ત્રણ કલાક અને 10 મીનિટ સુધી ચાલેલી મેચ દરમિયાન ત્રણેય સેટમાં શાનદાર ખેલ જોવા મળ્યો. ખાસ કરીને બીજા સેટમાં બન્ને વચ્ચે લાંબો સંઘર્ષ થયો, પરંતુ બાજી મરેના હાથમાં લાગી જેણે 7-5થી બીજો સેટ જીતી લીધો. મરે આખરે ત્રીજા સેટને 6-4 અંતરથી જીતીને વિમ્બલડન મેન સિંગલનો તાજ પોતાના નામે કરી લીધો.

ખેલ વિશેષજ્ઞોનું કહેવું છે કે રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં જોકોવિચ પોતાના રંગમાં જરા પણ જોવા મળ્યો નહોતો. એટલે સુધી કે જોકોવિચના ઘણા રિટર્ન્સ સીધા નેટમાં જઇને અથડાયા, જ્યાં તેમને સહેલાયથી અંક મળી શકતા હતા. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ શાનદાર ઐતિહાસિક મેચ અંગે.

શાનદાર પ્રદર્શન

શાનદાર પ્રદર્શન

બીજી તરફ એન્ડી મરેએ શાનદાર પ્રદર્શન કર્યું. તેમની કોટ કવરેજ ઘણી જ શાનદાર હતી. એવી અનેક ક્ષણ આવી જ્યારે મરેએ અવિશ્વસ્નીય ખેલનું પ્રદર્શન કર્યું. ખાસ કરીને બન્ને હાથોથી લગાવવામાં આવેલા બેકહેડ રિટર્ન્સનો જોકોવિચ પાસે કોઇ જવાબ નહોતો.

બ્રિટનમાં માટે ખેલ જગતનો બીજો સૌથી મોટો દિવસ

બ્રિટનમાં માટે ખેલ જગતનો બીજો સૌથી મોટો દિવસ

રવિવારનો દિવસ 1966માં ફૂટબોલ વિશ્વકપ જીત્યા બાદ બ્રિટનના ખેલ ઇતિહાસનો કદાચ આ બીજો સૌથી મોટો દિવસ હશે. 77 વર્ષ બાદ બ્રિટનનો કોઇ પુરુષ ખેલાડી વિમ્બલડન સિંગલ ટાઇટલ જીતવામાં સફળ થયો છે. આ પહેલા આ સિદ્ધિ 1936માં ફ્રેડ પેરીએ મેળવી હતી.

ત્રણેય સેટમાં શાનદાર ખેલ

ત્રણેય સેટમાં શાનદાર ખેલ

મરે અને જોકોવિચ વચ્ચે ત્રણ કલાક અને 10 મીનિટ સુધી ચાલેલી મેચ દરમિયાન ત્રણેય સેટમાં શાનદાર ખેલ જોવા મળ્યો.

જોકોવિચ નહોતો પોતાના રંગમાં

જોકોવિચ નહોતો પોતાના રંગમાં

રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં જોકોવિચ પોતાના રંગમાં જરા પણ જોવા મળ્યો નહોતો. એટલે સુધી કે જોકોવિચના ઘણા રિટર્ન્સ સીધા નેટમાં જઇને અથડાયા, જ્યાં તેમને સહેલાયથી અંક મળી શકતા હતા.

English summary
Andy Murray won his first Wimbledon title and ended Britain's 77 year wait for a men's champion with a hard-fought victory over world number one Novak Djokovic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X