For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડર-14માંથી જુનિયર તેંડુલકર Out, રમતમાં સુધાર લાવવાની સલાહ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 9 જુલાઇ : સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઇની અંડ઼ર-14ના સંભવિતોમાંથી બહાર કરી દેવાયો છે. મુંબઇ ક્રિકેટ એસોસિએશનની જુનિયર સિલેક્શન કમિટિ દ્વારા તૈયાર કરવામાં આવેલી અંડર-14ના 30 સંભવિતોમાં પણ અર્જુનનું નામ નથી.

મુંબઇ ક્રિકેટ એસોસિએશનના સુત્રોનું કહેવું છે કે અર્જુને સારુ પ્રદર્શન કર્યું નથી અને આવામાં તેમને ટીમમાં સમાવવાનું કોઇ કારણ નથી. તેમને સલાહ આપવામાં આવી છે કે મુંબઇની જુનિયર ટીમમાં સામેલ થવા માટે પોતાની રમતમાં સુધાર લાવે. એમસીએ તરફથી ઉનાળું વેકેશનમાં આયોજિત મેચોમાં અર્જુન એકવાર પણ 50 રનોનો સ્કોર પાર કરી શક્યા નહીં.

ત્યારબાદ સિલેક્ટર્સે બેટ્સમેનોને વધુ એક તક આપી, પરંતુ આ પ્રેક્ટિસ મેચોમાં પણ અર્જુનનો ખરાબ ફોર્મ જારી રહ્યું. અર્જુનની ફિલ્ડિંગને લઇને પણ સમસ્યાઓ છે. એમસીએના એક સૂત્રએ કહ્યું કે 'અર્જુને સમજવું પડશે કે સચિન તેંડુલકરના પુત્ર હોવાના કારણે તેમના માટે બધી વસ્તુઓ સરળ નહીં થઇ જાય. તેમણે કડક મહેનત કરવી પડશે.'

English summary
The Mumbai Cricket Association’s (MCA) junior selection committee decided to send a message to Arjun Tendulkar by dropping him from the 30-member U-14 probables.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X