For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિતને સોંપાયુ, વિરાટને આરામ

સપ્ટેમ્બરમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યુ છે. ભારત એશિયા કપ રોહિત શર્માની આગેવાનીમાં રમશે.

|
Google Oneindia Gujarati News

સપ્ટેમ્બરમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યુ છે. ભારત એશિયા કપ રોહિત શર્માની આગેવાનીમાં રમશે. વિરાટ કોહલી પર ભાર જોતા તેમને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં શિખર ધવનને વાઈસ કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે.

વર્કલોડના કારણે આરામ

વર્કલોડના કારણે આરામ

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર એમ એસ કે પ્રસાદે વિરાટ કોહલીને વર્કલોડના કારણે આરામ આપવાની વાત કહી છે. તેમણે કહ્યુ કે વિરાટ છેલ્લા ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. આપણે આપણા મૂલ્યવાન ખેલાડીઓને સુરક્ષિત રાખવાની જરૂર છે જે ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં રમી રહ્યા છે. વિરાટને વર્કલોડના કારણે આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ રોહિત શર્મા ટીમના નવા કેપ્ટન હશે.

આ પણ વાંચોઃઆમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણીઆ પણ વાંચોઃઆમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણી

અંબાતી રાયડુને જગ્યા મળી

એશિયા કપ-2018 માટે ટીમમાં હાલમાં પોતાના યો-યો ટેસ્ટ પાસ કરનાર અંબાતી રાયડુને જગ્યા મળી છે. રાયડુએ આઈપીએલ-2018 માં પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું દિલ જીતી લીધુ હતુ પરંતુ પહેલી વાર યો-યો ટેસ્ટ પાસ ન કરી શકવાને કારણે ઈંગ્લેન્ડના પ્રવાસે ટીમ સાથે નહોતા જઈ શક્યા. વળી, સ્કવેડમાં એક નવુ નામ બધાને ચોંકાવનારુ છે જે છે ખલીલ અહેમદ. લિસ્ટ-એ ક્રિકેટની 17 મેચોમાં 28 વિકેટ લેનાર મધ્યમ ગતિના બોલરને પણ ટીમમાં જગ્યા મળી છે.

આ હશે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, અંબાતિ રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમ એસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, ખલીલ અહેમદ

આ પણ વાંચોઃઆવકવેરો ભરવાનું ચૂકી ગયા હોવ તો હવે આ રીતે ફાઈલ કરો IT રિટર્નઆ પણ વાંચોઃઆવકવેરો ભરવાનું ચૂકી ગયા હોવ તો હવે આ રીતે ફાઈલ કરો IT રિટર્ન

English summary
asia cup 2018 indian team announced rohit declared captain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X